ડાંગ: જિલ્લાનાં મુખ્યમથક આહવામાં P.W.D કોલોનીના રસ્તાનું કામ અટકી પડતા આહવાના જાગૃત નાગરિકોએ તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓને લેખીતમાં રજૂઆત કરી હતી, અને આ રસ્તાનું અધુરુ કામ પુરુ કરવા અંગેની માગ કરી હતી.
ડાંગના આહવામાં રસ્તાનું કામ અટકી જતા ગ્રામજનોએ ટી.ડી.ઓને કરી રજૂઆત આહવા ગ્રામ પંચાયતના ગ્રામજનોએ P.W.D કોલોનીના રસ્તાની કામગીરી બાબતે આહવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં અરજી આપી જણાવ્યું હતું કે આશરે 8 થી 9 મહિના પહેલા ગ્રામ પંચાયત હસ્તકનો સી.સી.રોડ મંજુર થયો હતો, પરંતુ ખાતમુહૂર્ત થયા બાદ રસ્તાનું બાંધકામ આજદિન સુધી થયેલુ નથી.
ડાંગના આહવામાં રસ્તાનું કામ અટકી જતા ગ્રામજનોએ ટી.ડી.ઓને કરી રજૂઆત વધુમાં જણાવ્યું કે ભૂગર્ભ ગટર બનાવતી વખતે રસ્તો તદ્દન ખરાબ થઈ ગયેલો હતો જેથી પાંચેક વર્ષથી ચોમાસાની ઋતુમાં ભારે તકલીફો વેઠવાનો વારો આવી રહ્યો હતો, જેના પગલે P.W.D કોલોનીના જાગૃત નાગરિકોની વારંવાર રજૂઆતો બાદ આ સી.સી.રોડ મંજુર થયો હતો. પરંતુ રસ્તાની મંજૂરી બાદ પણ તેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી.
આ કોલોનીના લોકો દ્વારા ગ્રામ પંચાયત અને એસઓને વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યુ નથી. હાલમાં ચોમાસાનાં ઋતુની શરૂઆત થઈ ગઈ હોવાથી ગ્રામજનોએ લેખિતમાં ટી.ડીઓને રજૂઆત કરતા ખાસ જણાવ્યું હતું કે રસ્તાની કામગીરી બાબતે તાત્કાલિક ધોરણે લાગતાં વળગતા અધિકારી તથા કોન્ટ્રાક્ટરોને જાણ કરી રસ્તાનું બાંધકામ ફરી શરૂ થાય, તેમજ તેઓએ પ્રજાની મુશ્કેલીઓ દુર થાય તે માટેની અપીલ કરી હતી.