ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા વાઈલ્ડ લાઈફ સંસ્થા મગરનું રેસ્ક્યૂ કરાયું - પ્લાસ્ટિકની કંપની

વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલી એક સોસાયટીમાં બાળ મગર દેખા દેતાં સ્થાનિક રહીશ દિલીપભાઈ શાહે આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. જેથી તત્કાલ સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી સ્થળ પર પહોંચ્યા હતા અને મગરના બચ્ચાંને રેસ્ક્યૂ કર્યું હતું.

વડોદરા વાઈલ્ડ લાઈફ સંસ્થા દ્વારા એક ફૂટનો અને એક ત્રણ ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
વડોદરા વાઈલ્ડ લાઈફ સંસ્થા દ્વારા એક ફૂટનો અને એક ત્રણ ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો

By

Published : Aug 12, 2020, 5:31 PM IST

  • વાઈલ્ડ લાઈફ સંસ્થા દ્વારા એક ફૂટનો અને એક ત્રણ ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
  • તત્કાલીક સંસ્થાના કાર્યકરો અરુણ સૂર્યવંશી સ્થળ પર પહોંચ્યા હતા
  • વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને જાણ કરવામાં આવી
  • બે મગરને રેસ્ક્યૂ કરી સહીસલામત રીતે વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા

વડોદરાઃ મંગળવારે રાત્રે 3 વાગ્યે વડોદરા વાઈલ્ડ લાઈફ સંસ્થા દ્વારા એક ફૂટનો અને એક ત્રણ ફૂટનો મગર રેસ્ક્યૂ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલી એક સોસાયટીમાં બાળ મગર દેખા દેતાં સ્થાનિક રહીશ દિલીપભાઈ શાહે આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. જેથી તત્કાલ સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી સ્થળ પર પહોંચ્યા હતા અને મગરના બચ્ચાંને રેસ્ક્યૂ કર્યું હતું.

જયારે, અન્ય એક બનાવમાં કલાલી વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં મગર આવી ગયો હોવાની જાણ કંપનીના સિક્યૂરિટી ગાર્ડે કરતાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકર મનીષ બીસ્ટ કંપની ખાતે પહોંચ્યા હતા અને ત્રણ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આમ વીતેલા ત્રણ કલાકના સમયગાળામાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા બે મગરને રેસ્ક્યૂ કરી સહીસલામત રીતે વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details