ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાની અસર, વડોદરામાં વૃક્ષ ધરાશાયી થઈને મકાન પર પડતા મકાનને થયું નુકસાન - Vadodara district news

તૌકતે વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં પવન સાથે વરસાદ પડતા ગોરવાના રાજુનગરમાં વૃક્ષ ધરાશાયી થઈને બે મકાન પર પડી ગયું હતું. જેનાથી મકાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું.

તૌકતે વાવાઝોડાની અસર, વડોદરામાં વૃક્ષ ધરાશાયી થઈને મકાન પર પડતા મકાનને થયું નુકસાન
તૌકતે વાવાઝોડાની અસર, વડોદરામાં વૃક્ષ ધરાશાયી થઈને મકાન પર પડતા મકાનને થયું નુકસાન

By

Published : May 18, 2021, 7:57 PM IST

વડોદરા શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી

વહેલી સવારથી જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના

હવામાન વિભાગ દ્વારા 24 કલાક સુધી વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે પવન સાથે ઝરમર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે વહેલી સવારથી જ ભારે વરસાદ પવન સાથે પડતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે. ગોરવા રાજુ નગરમાં વૃક્ષો ધરાશાયી થતા મકાન પર પડતાં મકાનમાં નુકસાન સર્જાયું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ મકાન પર પડતા નુકશાન

તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં દેખાઈ રહી છે. ગત મોડીરાત્રે પવન સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રાજુનગર નજીક બિસ્મિલ્લા ભારતમાં વૃક્ષ ધરાશાયી થતાં મકાન પર પડતા મકાનમાં નુકસાન થયું હતું સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. વૃક્ષ મકાન પર પડતા મકાનમાં રહેલા સામાનને નુકસાન થયું હતું. તૌકતે વાવાઝોડાને લઈને સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણને લઈને વહેલી સવારથી ધર્મ ઝરમર વરસાદ પડી રહ્યો છે. નવ વાગ્યા બાદ કંઈક પ્રતિક્રિયા પવન ફૂંકાતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાસભ્યોની બનાવો પણ બન્યા છે. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાવાના બનાવો બન્યા છે. વીજપોલ પર સ્પાર્ક પણ થયા છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક સુધી વરસાદની આગાહી છે.

ABOUT THE AUTHOR

...view details