- પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ
- ચૂંટણીલક્ષી લાયસન્સમાં નામ નહીં અટકાવવામાં આવે તો આંદોલનની ચીમકી
- ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ ખોટા
બનાસકાંઠા: જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડ (marketyard) માં નિયામક મંડળની ચૂંટણી (election) આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી છે.જેમાં પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ માર્કેટ યાર્ડમાં વિવાદ ઊભો થયો છે. વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યાં છે કે, ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે. જે નામ રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ થઈ છે. જેને લઈ માલ લઈ આવતા ખેડૂતો અને માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોને અટવાવાનો વારો આવ્યો છે.
ચૂંટણી આવતા સમયે જ વિવાદ
મહત્ત્વની વાત છે કે, ચૂંટણી આવતાની સાથે જ આ વિવાદ સામે આવ્યો છે. વેપારીઓ મતદાર યાદી સુધારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. બોગસ લાયસન્સને લઈ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. હાલ વેપારીઓએ માર્કેટ બંધ રાખી વિરોધ કરતા ખેડૂતો તેમજ શ્રમિકો અટવાયા છે. જોકે વેપારીઓએ હડતાળ પર ઊતરવા ખેડૂતો પોતાનો માલ લઈ માર્કેટ યાર્ડમાં વેચવા પહોચ્યા પરંતુ માર્કેટ યાર્ડમાં હડતાળનેે પગલે બંધ પેઢીઓને લઈ ખેડૂતોને વાહનોનું ભાડું ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ વેપારીઓની સાથે સાથે ખેડૂતોમાં પણ રોષ ભભુકયો છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની રોજીરોટી પણ છીનવાઇ છે. વહેલી તકે માર્કેટયાર્ડ શરૂ થાય તેવી માગ કરી રહ્યા છે.