અમદાવાદ : સદીઓથી ચાલી આવતા રીતરિવાજ અને પરંપરા મુજબ ખોખરા ગામમાં આવેલી ખોખરશાહ પીરની દરગાહમાં હોળી અને ધૂળેટીના દિવસે સંતવાણી તેમજ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગુજરાતના નામી અનામી દિગ્ગજ કલાકારો જોડાયા છે.
અમદાવાદના ખોખરા ગામની દરગાહમાં કોમી એકતા સમાન સંતવાણી કાર્યક્રમ યોજાયો - news of ahmedabad
અમદાવાદ : ખોખરા વિસ્તારના ધાર્મિક એકતાના પ્રતિક સમા પ્રાચીન ખોખરશાહપીરની દરગાહમાં અનોખો ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં આ દરગાહમાં આસ્થા રાખતા હિંદુઓ, મુસ્લિમો અને તમામ ધર્મોના લોકો જોડાઇ છે.
![અમદાવાદના ખોખરા ગામની દરગાહમાં કોમી એકતા સમાન સંતવાણી કાર્યક્રમ યોજાયો ખોખરા ગામમાં દરગાહમાં કોમી એકતા સમાન સંતવાણી કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6376416-1110-6376416-1583964139551.jpg)
ખોખરા ગામમાં દરગાહમાં કોમી એકતા સમાન સંતવાણી કાર્યક્રમ યોજાયો
ખોખરા ગામમાં દરગાહમાં કોમી એકતા સમાન સંતવાણી કાર્યક્રમ યોજાયો
જે કોમી એખલાસના પ્રતીક સમાન આ દરગાહના ભવ્ય ઇતિહાસના સાક્ષી રૂપી સ્થાનિક રહીશોના જણાવ્યાં અનુસાર, હાલના ગાદીપતિ મહમદભાઇના પિતા દોશુબાપુના સમયથી જોતા આવ્યા છે, હિન્દુઓના ધાર્મિક તહેવાર હોળીના દિવસે અહીંયા જે પ્રકારે ડાયરો અને સંતવાણીનું આયોજન કરવામાં આવે છે. કદાચ ભારતભરમાં ક્યાંય પણ આવી કોમી એખલાસતા જોવા નહીં મળી શકે. વળી આ ડાયરામાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા સંતોનું સન્માન પણ કરવામાં આવે છે.
Last Updated : Mar 12, 2020, 7:12 AM IST