- રાજકોટ મેયર ડૉ.પ્રદીપ ડવે આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત
- મવડી ખાતેના આંબેડકર આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત
- વેક્સિન લેવા આવતા લોકો સાથે કરી મુલાકાત
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 21 આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આ આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં ટેસ્ટિંગ તેમજ 45 થી વધુ ઉંમરના લોકોને કોરોના અંતર્ગત વેક્સિન આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રો પર વેક્સિન માટે જુદા જુદા પદ્ધતિ મુજબના ટોકન આપવામાં આવતા જેના કારણે આપવામાં આવતા ટોકનનો કોઈ બોગસ ટોકન ન બનાવે અને તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટોકનની એકસુત્રતા જળવાઈ રહે તે માટે તમા કેન્દ્રો પર રાજકોટ મહાનગરપાલિકાના લોગો સંબધક અધિકારીની સહી, સિક્કો, તારીખ સાથે ટોકન આપવા મેયરે જણાવ્યું હતું. જેના અનુસંધાને ગુરુવારથી ઉપર જણાવેલી વિગત સાથેના ટોકન આપવાનું શરૂ કરવામાં આવેલ છે.