ગુજરાત

gujarat

ETV Bharat / state

સમય મર્યાદા વિના શહેરમાં પ્રવેશતા ભારે વાહનો સામે પોલીસની કાર્યવાહી, 50 જેટલા વાહનો ડિટેન કર્યા

વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નક્કી કરેલી સમય મર્યાદા વિના શહેર વિસ્તારમાં પ્રવેશ કરનારા ભારે વાહનો સામે શહેર પોલીસે કાર્યવાહી કરીને 50 જેટલા ભારે વાહનો ડિટેન કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી.

ભારે વાહનો સામે પોલીસની કાર્યવાહી
ભારે વાહનો સામે પોલીસની કાર્યવાહી

By

Published : Aug 28, 2020, 9:49 PM IST

  • સમય મર્યાદા વિના શહેરમાં પ્રવેશતા ભારે વાહનો સામે શહેર પોલીસે કરી કાર્યવાહી
  • 40 થી 50 વાહનો ડિટેન કર્યા

વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નક્કી કરેલી સમય મર્યાદા વિના શહેર વિસ્તારમાં પ્રવેશ કરનારા ભારે વાહનો સામે શહેર પોલીસે કાર્યવાહી કરીને 50 જેટલા ભારે વાહનો ડિટેન કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી.

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ સવારે સાતથી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શહેર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે તેમ છતાં વડોદરા શહેરમાં જાહેરનામાનો ભંગ કરી માતેલા સાંઢની જેમ વાહનો હંકારવામાં આવે છે અને કેટલીક વખત તો નિર્દોષ નાગરિકો પણ આ વાહનોની અડફેટે મોતને ભેટયા છે.

આ બાબતે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details