મોરબીઃ LCB ટીમે બાયપાસ રોડ મચ્છુ નદીના પુલ પર ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી 2 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.મોરબી LCB ટીમે બાયપાસ રોડ, મચ્છુ નદીના પુલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રવિરાજ ચોકથી સફેદ કલરની ઇકોકારમાં 7143માં ઈંગ્લીશ દારૂની હેરાફેરીની બાતમી મળતા LCBની ટીમે વોચ ગોઠવી હતી.
મોરબીમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને LCBની ટીમે ઝડપી પાડયો - 2 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો
મોરબીમાં LCBની ટીમે બાયપાસ રોડ મચ્છુ નદીના પુલ પર ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી કરતો હતો. આ ઈસમને ઝડપી લઈને દારૂ તેમજ કાર સહિત 2 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે તેમના વિરૂધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને LCBની ટીમે ઝડપી પાડયો
કાર મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા તેને આંતરી તપાસ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 167 કિંમત રૂપિયા 50,400નો મુદામાલ મળી આવી હતી. ઇકો કાર અને દારૂ સહિત 2,00,400નો મુદામાલ જપ્ત કરી આરોપી લાલા મગન ગોગરાને ઝડપી લીધો હતો. તેમના વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.