મહીસાગરઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે આ ધરતીને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી ઉછેર કરવો આવશ્યક થઈ ગયું છે.
108ના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરી
આજે વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે 108ની ટીમ અને નર્સીંગ સ્ટાફ એવી કોરોના વોરિયરની ટીમ આજે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.
વિશ્વમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારી હોય કે, પછી અન્ય કોઈપણ બીમારીના સમયમાં માનવજીવનને બચવા માટેનું કાર્ય હોય આ માનવજીવનને બચાવવા માટે સતત 24*7 કાર્યરત એવી રાજ્યની 108 ના મેડિકલ ઈમરજન્સી હેડ, મેડિકલ ઓફિસર, 108ની ટીમ અને નર્સીંગ સ્ટાફ એવી કોરોના વોરિયરની ટીમ આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષ પ્રેમી બની ગયા છે..
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આજે મહીસાગર જિલ્લાનાં વિવિધ સ્થળો જેવા કે, ગોધર સારથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડીટવાસ, જનરલ હોસ્પિટલ (કોટેજ) લુણાવાડા, સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર, વડાગામ હાઇસ્કુલ, વિરપુર પોલીસ સ્ટેશન, બાલાસિનોર સર્કિટ હાઉસ અને ઉછરેલી ગ્રામ પંચાયત સહિત તમામ સ્થળોએ 108ની ટીમોને જોડીને જિલ્લાના 108ના મેડિકલ ઈમરજન્સી હેડ ભુપેન્દ્રસિંહ ચૌધરી, મેડિકલ ઓફિસર ડો ચૌધરી અને તેમની ટીમ અને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે જોડાઈને વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.