ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રના 110 જેટલા અમારનાથ યાત્રીઓએ વાપીથી કર્યું પ્રસ્થાન - jammu kashmir

વાપીઃ અમરનાથ ખાતે બાબા બર્ફાનીના દર્શન માટે દેશભરમાંથી હજારો ભક્તો દર્શનાર્થે જતાં હોય છે. વાપી રેલવે સ્ટેશન ખાતેથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારના 110 જેટલા યાત્રાળુઓ જય ભોલેના નાદ સાથે પ્રસ્થાન કર્યું છે.

પ્

By

Published : Jul 1, 2019, 6:15 PM IST

અમરનાથ ગુફામાં ભગવાન શિવના બરફના શિવલિંગના દર્શન કરવા એ દરેક ભોળાભક્તો માટે લ્હાવા સમાન છે. જેથી મોટી સંખ્યામાં અમરનાથ માટે શ્રદ્ધાળુઓ જતાં હોય છે. વાપીથી સોમવારે મહારાષ્ટ્રના દહાણુ, તારાપુર અને બોયસર વિસ્તારના 110 ભોલેભક્તો 'બમ બમ ભોલે'ના નાદ સાથે અમરનાથ જવા માટે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કર્યું છે. આ પ્રસંગે ભક્તોએ જણાવ્યું હતુ કે બાબાના દર્શન મટે આખુ વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઈએ છે, તે બાદ આ યાત્રા અમારા માટે આખુ વર્ષ યાદગાક બની રહે છે.

મહારાષ્ટ્રના 110 જેટલા અમારનાથ યાત્રીઓએ વાપીથી કર્યું પ્રસ્થાન

અમરનાથના યાત્રી દિનેશ શિંદેએ જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા 19 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. શરૂઆતમાં 8થી 10 યાત્રીઓ જતાં હતા, જે હવે 100થી વધુ લોકો જાય છે. યાત્રાના કારણે અમારી મનોકામના પૂર્ણ થાય છે. બાબા પર અખૂટ વિશ્વાસ છે. યાત્રા દરમિયાન મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ ભોળાનાથ તેને પાર પાડે છે. યાત્રાએ જતાં આ સંઘમાં પુરૂષોસ મહિલાઓ અને યુવતીઓ પણ શામેલ છે.

અન્ય યાત્રી ચંદન મેહરે જણાવ્યું હતું કે, 28 જૂનથી યાત્રા શરૂ થાય તે પહેલાથી જ અમે આ યાત્રા માટે રાહ જોઈએ છીએ. અમારી કોઈ માનતા નથી પણ શ્રદ્ધા છે કે બરફાની બાબાના દર્શનથી અમારું આખું વર્ષ ખુશીથી જાય છે. બસ આ જ વિશ્વાસ અને શ્રદ્ધાથી અમે અમારનાથબાબાના દર્શને જઈએ છે.

શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

જ્યારે પ્રથમ વાર જતા દહાણુંના પ્રજ્ઞા બારીએ જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. ભોળાનાથના દર્શન માટે પાંચ 6 મહીના પહેલાથી જ સંપૂર્ણ તૈયારી કરી હતી. એક ઇચ્છા હતી બરફાની બાબાના દર્શનની જે હવે ફળીભૂત થવા જઈ રહી છે. આ અંગે કેવો ઉત્સાહ કે ડર છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. કેમ કે ભગવાનના દર્શન માટે જઈએ છીએ એટલે ત્યાં ડર કેવો ભગવાનના દર્શન કરવાનો તો ઉત્સાહ જ હોય ને. જ્યારે અન્ય મહિલા યાત્રી યશોદા બેને જણાવ્યું હતુ કે તે આ પહેલા પણ એકવાર બાબાના દર્શને જઇ આવ્યા છે. આ બીજી વાર જઈએ છીએ ખૂબ ખુશ છીએ તમામ મહિલાઓ એક સાથે છીએ અને અમારી યાત્રા સુખરૂપ પુરી કરે તે માટે ભોળાનાથને પ્રાર્થના કરી છે

ઉલ્લેખનીય છે કે વાપી રેલવે સ્ટેશનથી અમરનાથ જતા આ યાત્રીઓએ પાલઘર નજીક રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા બે કલાક સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. જે બાદ હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ સાથે ટ્રેનમાં બરફાની બાબાના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details