- કોરોના વેક્સિનના બીજા ડોઝ આપવાની શરૂઆત થતા જ SSG હોસ્પિટલમાં હોબાળો
- વેક્સિન ખૂટી પડતાં લોકોએ હોબાળો મચાવ્યો
- લોકોને 84 દિવસ બાદ ફરી આવવાનું હોસ્પિટલના જણાવ્યું
વડોદરાઃ વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વેક્સિન એક જ રામબાણ ઉપાય છે. ગુરુવારથી 45 વર્ષ કે તેથી ઉપરની વયના લોકો કે જેમણે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હોય તેઓ 42 દિવસ બાદ આજે બીજા ડોઝ માટે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
કોરોના વેક્સિનના બીજા ડોઝ આપવાની શરૂઆત થતાં જ SSG હોસ્પિટલમાં હોબાળો જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા કોરોનાના બીજા ડોઝ માટે 42 દિવસ બાદ બીજા ડોઝના નિયમને બદલી હવે 84 દિવસ બાદ બીજો ડોઝ આપવાની જાહેરાત કરતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કેટલાય લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ 42 દિવસ પહેલા લીધેલો હોઇ નિયમ મુજબ બીજો ડોઝ લેવા SSG હોસ્પિટલ પોતાના કામધંધા છોડી પહોંચ્યા ત્યારે તેઓને નોટિસ બોર્ડ દ્વારા તથા મૌખિક રીતે 84 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી લોકોમાં આશ્ચર્ય સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આની પાછળ વેક્સિનનો જથ્થો ઓછો હોવાનું પણમાનવામાં આવી રહ્યું છે..
કોરોના વેક્સિનના બીજા ડોઝ આપવાની શરૂઆત થતાં જ SSG હોસ્પિટલમાં હોબાળો