ગુજરાત

gujarat

સાબરકાંઠા: ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીમાં આવ્યા નવા નીર, સ્થાનિકોમાં ખુશી

By

Published : Aug 16, 2020, 4:45 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ નદીમાં શનિવારે નવા નીર આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન તેમજ ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણી આવ્યું છે.

સાબરકાંઠાઃ
સાબરકાંઠા

  • ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીમાં આવ્યા નવા નીર
  • ધરોઈ જળાશયમાં પાણીનો જથ્થો વધવાની સંભાવનાઓ
  • રાજસ્થાન તેમજ ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણી આવ્યું
  • ઉત્તર ગુજરાત માટે પાણીના જળસ્ત્રોતનું એક માત્ર સાધન ધરોઇ જળાશય યોજના

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ નદીમાં શનિવારેે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણી આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. હરણાવ નદીમાં પાણી આવતાં આગામી સમયમાં ધરોઈ જળાશયમાં પાણીનો જથ્થો વધવાની પૂર્ણ સંભાવનાઓ છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ નદીમાં શનિવારે નવા નીર આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન તેમજ ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણી આવ્યું છે. સામાન્ય રીતે હરણાવ નદીમાં પાણી આવવાના પગલે તેની સીધી અસર ધરોઇ જળાશય યોજનામાં થતી હોય છે. તેમજ ધરોઇ જળાશય યોજનામાં પાણીનો જથ્થો વધતો હોય છે જોકે, સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના જળસ્ત્રોતનું એક માત્ર સાધન ધરોઇ જળાશય યોજના છે.

ગત વર્ષે ધરોઇ જળાશય સંપૂર્ણપણે ભરાયો હતો. જેના પગલે હાલમાં દરરોજ જળાશયમાં 37 ટકા જેટલો જથ્થો સંગ્રહિત છે જોકે, આ વર્ષે વરસાદ યથાવત રહે તો ફરી એકવાર ધરાશય સંપૂર્ણપણે ભરાઇ શકે તેમ છે.

જોકે આગામી સમયમાં વરસાદ કેટલો આવે છે તેમજ વરસાદના પગલે જળાશય કેટલું ભરાય છે તે મહત્વનું બની રહે છે જોકે, રાજસ્થાન તેમજ ઉપરવાસના ભારે વરસાદની સીધી અસર હરણાવ નદીને થતી હોય છે, ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં રાજસ્થાન સહિત સ્થાનિક વિસ્તારમાં મેઘરાજાની કેટલી કૃપા બની રહેશે..

ABOUT THE AUTHOR

...view details