પોરબંદર: જિલ્લા ખાતે નશા મૂક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કોવિડ 19ની તકેદારી સાથે જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાન અંતર્ગત તમામ કામગીરી સમાજ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી છે.
ભારત સરકારે 15 ઓગસ્ટથી 31 માર્ચ, 2021 સુધી અભિયાન કર્યું છે
આ અભિયાન હેઠળ ભારતના 272 જિલ્લાઓને આવરી લેવામાં આવશે
આ અભિયાન હેઠળ શ્રૃંખલા આધારિત નશાની ચેનલ તૂટે અને લોકો નશામૂક્ત થઇ પોતાની કામગીરી તંદુરસ્ત જીંદગી સાથે જીવે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદર જિલ્લો મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. નશા મૂક્ત ભારત અભિયાન હેઠળ પોરબંદરમાં સવિશેષ કામગીરી થાય તે ખુબ જરૂરી છે. કોવિડ 19ની અસરોના કારણે ધંધા રોજગારમાં થતી માઠી અસરો, અન્ય સામાજીક પ્રશ્નો તેમજ વિવિધ કારણોસર લોકો નશા તરફ વિશેષ વળે તેવી સંભાવના રહેલી છે.
પોરબંદર ખાતે નશા મૂક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાયો આ અભિયાન હેઠળ શ્રૃંખલા આધારિત નશાની ચેનલ તુટે અને લોકો નશામૂક્ત થઇ પોતાની કામગીરી તંદુરસ્ત જીંદગી સાથે જીવે તે અંગેનુ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે. આ કામગીરી માટે પોલિસ વિભાગ, આરોગ્ય વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગના સહયોગથી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટર ડી એન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ કે મોરી તેમજ સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા કચેરીના કર્મચારી અને પાવન ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રોજેક્ટ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.