ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા50 લાખ રૂપિયા ફરજિયાત ફાળવવાના રહેશે - Core committee meeting

રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપણી
મુખ્યપ્રધાન વિજય રૂપણી

By

Published : May 6, 2021, 10:29 PM IST

ગાંધીનગરમાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય

અદ્યતન સાધનો-મશીનો ખરીદવા ગ્રાન્ટ ફાળવાશે

કોરોના સામે વધુ મેડિકલ સાધનો વસાવી શકીશું

ગાંધીનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. 50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓને વધુ સઘન અને વ્યાપક બનાવવાના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને એવો પણ નિર્ણય કર્યો છે કે, આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે.

સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ માટે પણ કરી શકશે

મુખ્યપ્રધાને એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા તે હવે, રાજ્યની સિવિલ હોસ્પિટલ્સ અન્ય સરકારી હોસ્પિટલ્સ-દવાખાના તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાના, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ માટે પણ કરી શકશે.એટલું જ નહિ, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જે સેવાભાવથી અને નહિ નફો નહિ નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતીમાં રૂ. 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે.

રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફરજિયાત ફાળવવાના રહેશે

વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઇઓ

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતીમાં માત્ર વર્ષ 2021-22 માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે. આ ઉપરાંત આવા કામોના અમલીકરણ-ખરીદી માટે નિયત અમલીરણ કચેરીઓએ તેમના સંબંધિત વિભાગના પ્રવર્તમાન નીતિ-નિયોનું પાલન કરવાનું રહેશે. ધારાસભ્ય ફંડમાંથી કામો મંજુર કરી તેના અમલીકરણ બાબતે રાજ્ય સરકારની અન્ય પ્રવર્તમાન જોગવાઇઓ યથાવત રાખવામાં આવી છે.

ગ્રાન્ટમાંથી આ પ્રકારની સાધન-સામગ્રી ખરીદી કરી શકાશે

ધારાસભ્યોની ઓછામાં ઓછી રૂ. 50 લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર- 10 લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ(10,20,50 એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (6000 લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (250 અને 500 લીટર)નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details