ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરસદના ધારાસભ્યે રૂ. 50 લાખની 3 એમ્બ્યુલન્સ ખરીદવા માટે ફાળવી ગ્રાન્ટ - બોરસદ જિલ્લામાં કોરોના વાઇરસ કેસ

આણંદ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે મહત્વનો નિર્ણય લેતા અંદાજિત રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. કોરોના પરિસ્થિતિમાં લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સામે વ્યવસ્થા ઉભી કરવા તેમણે આ નિર્ણય લીધો છે.

બોરસદના ધારાસભ્યે રૂ. 50 લાખની 3 એમ્બ્યુલન્સ ખરીદવા માટે ફાળવી ગ્રાન્ટ
બોરસદના ધારાસભ્યે રૂ. 50 લાખની 3 એમ્બ્યુલન્સ ખરીદવા માટે ફાળવી ગ્રાન્ટ

By

Published : May 10, 2021, 10:48 PM IST

બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે 3 એમ્બ્યુલન્સ માટે અંદાજિત 50 લાખની ગ્રાન્ટ ફાળવી

બોરસદ અને કઠાણા CHC કેન્દ્રને ઓક્સિજન મોનીટર સાથે એમ્બ્યુલન્સની કરી ફાળવણી

અલારસા PHC માટે પણ 1 એમ્બ્યુલન્સ

જિલ્લા આયોજન અધિકારીને ગ્રાન્ટનો ફાળવતો પત્ર લખ્યો

આણંદ: બોરસદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી જેમાં તેમને મળતી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ 3 એમ્બ્યુલન્સ ખરીદી માટે ફાળવવામાં આવી છે,બોરસદના ધારાસભ્ય એ 3 એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવીને પ્રજાને મહામારીના કપરા સમયમાં આરોગ્યલક્ષી સુવિધા માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા પ્રયત્ન કર્યો હતો.

ગ્રાન્ટમાંથી અલારસા PHC માટે એમ્બ્યુલન્સની ખરીદી થશે

રાજેન્દ્રસિંહ પરમારે અંદાજિત રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવી જેમાંથી બોરસદ અને કઠાણા CHC કેન્દ્રને ઓક્સિજન મોનીટર સાથે એમ્બ્યુલન્સની ફાળવણી અને તે સાથે અલારસા PHC માટે પણ 1 એમ્બ્યુલન્સની ખરીદી કરી પ્રજાની સેવામાં મુકવામાં આવનાર છે, કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની જિલ્લા આયોજન અધિકારીને ગ્રાન્ટની ફાળવણિ અંગે પત્ર લખ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details