સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની બેફામ ચોરી થઇ રહી છે. ખનીજ ચોરી ડામવા જતી ટીમોને ખાલી હાથે પાછા આવવું પડતું હતું. અનેકવાર ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીને ધમકી આપીને વાહનો છોડાવી ગયાના બનાવો બન્યા હતા. ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની સરકારી વાહનોને ફોલો કરી વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ પાસ કરવાનો પર્દાફાશ થયો છે.
ખનીજ વિભાગનાં અધિકારીઓની ગતિવિધીઓની જાસૂસી કરતાં વોટ્સએપ ગ્રુપના સભ્યો સામે પોલીસ ફરિયાદ - રેવન્યુ વિભાગના અધિકારીઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજની બેફામ ચોરી થઇ રહી છે. ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની સરકારી વાહનોને ફોલો કરી વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ પાસ કરવાનો પર્દાફાશ થયો છે.
ખાણ ખનીજ અધિકારી વિજય સુમરાના માર્ગદર્શન નીચે કિરણ પરમાર સહિતની ટીમે રાત્રે ગેબનશા પીર સર્કલ પાસે ચેકિંગ કરી રહી હતી. આ સમયે લખતર તાલુકાના વરસાણી ગામ રહેતો હરેશ શીવા ભાઇ નગવાડીયા ખાલી ડમ્પર લઈને નીકળે તેને રોકી તપાસ કરાઇ હતી. જેમાં તે મોબાઇલમાં કંઈક કરતો હોવાથી મોબાઈલ માંગતા તેમના વોટ્સએપમાં હર હર મહાદેવ અને ડ્રાઇવર ડ્રાઇવરની રીતે એવા બે ગ્રુપમાં ચેકિંગમાં નીકળેલા અધિકારીઓ કયાં છે તેવા મેસેજ પાસ થતા જોવા મળ્યા હતા.
આથી આ બન્ને ગ્રુપના 134થી વધુ સભ્યો અને ડ્રાઈવર સાથે સરકારી અધિકારીઓના ગામમાં કર્યાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.