કોરોના કાળમાં મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલની સરાહનીય કામગીરી
સાંસદ શારદાબેન પટેલે જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક બાયપેપ આપવાનું આયોજન કર્યું
જિલ્લાના દર્દીઓને નિઃશુલ્ક બાયપેપ મશીન આપવામાં આવશે
સંપર્ક નંબર અને સ્થળ જાહેર કરી બાયપેપ મશીન નિઃશુલ્ક આપવાની જાહેરાત કરાઈ
મહેસાણા: રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે કોરોના દર્દીઓને ત્વરીત સારવારની જરૂર પડતી હોય છે. કોરોના દર્દીઓને બાયપેપ મશીનની જરૂરીયાત સમયે હોસ્પિટલોમાં બાયપેપ મશીન અન્ય દર્દીઓની સારવારમાં લાગેલા હોવાના પગલે ત્વરીત મળતા નથી. આ સમયે કોરોના દર્દીઓની સારવાર માટે મહેસાણાના સંસદ સભ્ય શારદાબેન પટેલે બાયપેપ મશીન દર્દીઓના ઉપયોગ માટે વિનામૂલ્યે આપવાનું આયોજન કર્યું છે
સાંસદ શારદાબેન પટેલે જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક બાયપેપ આપવાનું આયોજન કર્યું સાંસદના મદદનીશનો સંપર્ક જાહેર કરી બાયપેપ આપવાની વ્યવસ્થા કરાઈ
મહેસાણાના લોકપ્રિય અને પ્રજા વત્સલ સાંસદ શારદાબેન પટેલ દ્વારા બાય-પેપ મશીનો મફતમાં ઉપયોગ કરવા માટે આપવાનું શરુ કરવામાં આવ્યું.જે પણ કોઈ કોરોના ગ્રસ્ત દર્દી હોસ્પીટલમાં દાખલ હોય અને ડોક્ટર બાય-પેપ મશીનનો ઉપયોગ કરવા માંગતા હોય તો સાંસદ શારદાબેન પટેલના અંગત મદદનીશ (PA) જસ્મીનભાઈ પટેલ નો 9825326826 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
સાંસદ શારદાબેન પટેલે જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક બાયપેપ આપવાનું આયોજન કર્યું નિર્ધારિત જગ્યા પર આધાર પુરાવા આપતા નિઃશુલ્ક બાયપેપ મશીન અપવામાં આવશે
કોરોનાગ્રસ્ત અને બાયપેપ જરૂરીયાતવાળા દર્દીઓના પરીવારજનો આ મશીન એપોલો કમ્પાઉન્ડ, એપોલો એન્કલેવની પાછળ, મોઢેરા ચાર રસ્તા ની બાજુમાં, હાઇવે, મહેસાણા - ૩૮૪૦૦૨ ખાતેથી મેળવી શકશે.જોકે આ માટે દર્દીના પરીજનોએ ડોકટર દ્વારા દર્દીના નામ સાથે બાય-પેપ મશીન લગાવવાની સગવડ તેમની હોસ્પીટલમાં છે તેવું લેખિતમાં આપવું પડશે.
સાંસદ શારદાબેન પટેલે જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક બાયપેપ આપવાનું આયોજન કર્યું દર્દીના જે પણ સંબંધી બાય-પેપ મશીન લેવા આવશે તેણે તેના આધારકાર્ડ ની નકલ અને તેમનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. તેમજ દર્દી દ્વારા મશીન નો ઉપયોગ પૂરો થઇ જાય એટલે મશીન બારોબાર બીજા કોઈને ના આપતાં સાંસદ શારદાબેન પટેલ ની ઓફિસે જમા કરાવવા જણાવાયું છે જેથી આ મશીન અન્ય દર્દીઓની સારવારમાં આપી શકાય.