ભાજપ પ્રદેશ કાર્યાલય "કમલમ" ખાતે 17 અને 18 ઓગસ્ટના રોજ પક્ષની સંસદીય સમિતિની બેઠક - નગરપાલિકા
અમાદવાદ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ નગરપાલિકાઓના હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા, સંસદીય સમિતિની બેઠકમાં હાથ ધરવામાં આવશે.
અમદાવાદઃ 17 અને 18 ઓગસ્ટના રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપની સંસદીય સમિતિની બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, સંગઠન પ્રધાન ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આગામી દિવસોમાં ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા, આ સંસદીય સમિતિની બેઠકમાં હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠન રચના અનુસાર કાર્ય કરે છે. નાની ચૂંટણી જીતવાનું પણ તેનું લક્ષ્ય હોય છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ સમિતિ દ્વારા ભાજપ માટે આગામી ચૂંટણીઓને લઈને નગરપાલિકાઓના પ્રમુખ અને પદાધિકારીઓની પસંદગી મહત્વની બની રહેશે.