સુરતઃ જિલ્લામાં સતત ચાર દિવસ પડેલા વરસાદે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે, ત્યારે ચાર દિવસ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, મેઘરાજાએ વિરામ લેતા જ ખેડૂતો પોતાના ખેતી કામ પર લાગી ગયા હતાં. ઓલપાડના ઉમરાછી ગામે ખેડૂતના ખેતર જવાના રસ્તા પર કિમ નદીના ગળાડૂબ પાણી ભરાયા હતા. આવા સમયે ઉમરાછી ગામના ખેડૂત ગળાડૂબ પાણીમાંથી પસાર થઈ પોતાની શાકભાજીને બહાર લાવી રહ્યાં હતાં.
સુરતમાં કિમ નદીના પાણી ખેતરોમાં ભરયા, ખેડૂતોને ભારે હાલાકી - ખેડૂતોના પાકને નુકશાન
સુરત જિલ્લામાં સતત ચાર દિવસ પડેલા વરસાદે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું હતું, ત્યારે ઉમરાછી ગામનો એક ખેડૂત ગળાડૂબ પાણીમાં જીવના જોખમે પોતાની શાકભાજી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. ગામની સીમમાં ભરાયેલા પાણીને લીધે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાં છે.
ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાના ગામડાઓ બેટમાં ફેરવાયા હતા, પરંતુ છેલ્લા 12 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું હતું, ત્યારે ઉમરાછી ગામનો એક ખેડૂત ગળાડૂબ પાણીમાં જીવના જોખમે પોતાની શાકભાજી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. ગામની સીમમાં ભરાયેલા પાણીને લીધે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાં છે. ખડૂતોના દૂધી જેવા શાકભાજીને ભારે નુકશાન થયું છે.
ખેડૂતો જીવન જોખમે પોતાનો પાક અને શાકભાજીને બચાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. કિમ નદી ગાંડીતૂર બનતા ખેતરોમાં પણ નદીના પાણી ભરાયા હતાં. હાલ તો છેલ્લા 12 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કિમ નદીના પાણી ઓસરવાનું શરૂ થયા છે. જેને પગલે ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે.