ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં સિંહણને સાપે દંશ માર્યો,હાલત ગંભીર - પ્રદ્યુમ્નપાર્ક રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં રહેલી ઋત્વિ નામની સિંહણને ઝેરી સાપે દંશ દેતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ સિંહણની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં સિંહણને સાપે દંશ માર્યો,હાલત ગંભીર
રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં સિંહણને સાપે દંશ માર્યો,હાલત ગંભીર

By

Published : May 10, 2021, 10:28 PM IST

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં સિંહણને સાપે દંશ માર્યો

સિંહણ ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં રહેલી ઋત્વિ નામની સિંહણને ઝેરી સાપે દંશ દેતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ સિંહણની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ઝૂમાં પીંજરામાં ઘુસેલા સાપને શોધવા કર્મચારીઓએ મથામણ શરૂ કરી છે.

સિંહણ ઋત્વિની ગંભીર

સમગ્ર મામલે ઝૂ તંત્ર દ્વારા વધુમાં જણાવામાં આવ્યું છે કે 'પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આવેલા સિંહનાં પીંજરામાં ગઇ રાતે ઝેરી સાપ ઘુસી ગયો હતો અને આ સાપે સિંહણ ઋત્વીને દંશ દેતા સિંહણની તબીયત બગડી હતી. જેને લઈને આ સિંહણની તાત્કાલિક નિષ્ણાંત વેટરનરી ડોકટરદ્વારા સારવાર શરૂ કરાઇ છે પરંતુ સિંહણની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવી રહયુ છે. જ્યારે ઘટના બાદ ઝૂમાં પીંજરામાં સિંહણને દંશ દઇને સાપ કયાં છૂપાયો છે તેની શોધખોળ ઝૂ વિભાગનાં કર્મચારીઓએ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details