સિંહ સંરક્ષણ માટે 5 રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. સમયાતંરે સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે. જે આનંદની વાત તો છે. સાથે સાથે ચિંતાનો વિષય પણ છે. કારણ કે, હાલ, સિંહોની સરખાણીએ જંગલ વિસ્તાર ઓછો પડી રહ્યો છે. જેથી અવાર નવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં હોવાના અહેવાલ સામે આવતાં રહે છે. સોમવારે જ ચોટીલા પંથકના ધારી બાબરા પંથકમાં સિંહનું 3 વર્ષનું બચ્ચું જોવા મળ્યું હતું.
ધારીથી નીકળેલી સિંહણ અને તેનું બચ્ચું ચોટીલાથી મળ્યું - lion and his baby found in chotila
ગાંધીનગર: સિંહોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાયા હતાં. પરીણામે સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેના કારણે સિંહો રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે. સોમવારે ચોટીલામાં 3 વર્ષીય સિંહનું બચ્ચું જોવા મળ્યું હતું. આ સિવાય પણ જંગલી પ્રાણીઓ રસ્તાઓમાં જોવા મળી રહ્યાં છે. જેથી વનવિભાગની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે વાત કરતાં દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, " સિંહની સંખ્યાની સરખાણીએ જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે. જેથી સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે. ધારીમાં 2 સિંહોની હોવાની માહિતી મળી હતી. સિંહણે ગત રાત્રી દરમિયાન બે વાછરડા અને એક પાડાનું મારણ કર્યુ હતું. આ ઘટના વન વિભાગને ધ્યાનમાં આવતા વન વિભાગે 4 ટીમ બનાવી છે. જેમાં 25 કર્મચારીઓએ સિંહણ અને ડાલામથ્થાનું ટ્રેકિંગ શરૂ કર્યુ છે. ચોટીલા પંથકમાં પ્રવેશ કરનાર સિંહ અને ડાલમથ્થાન ચોબારી- રામપરાથી ઢેઢૂકી વચ્ચેના 15 KMમાં ટ્રેક થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે."
ઉલ્લેખનીય છે કે, ધારી પંથકમાં 6 દિવસ પહેલા સિંહણ જોવા મળી હતી. આ બચ્ચું પણ પોતાના ઝુંડથી અલગ પડી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ વનવિભાગને થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાયા હતાં.