ગુજરાત

gujarat

ETV Bharat / state

યમરાજાની સવારી સાબરકાંઠામાં, સતત 4 દિવસથી મળી આવે છે મૃતદેહો - Deadbodys

સાબરકાંઠા: જિલ્લામાં આવેલા હિંમતનગર શહેરમાં જાણે કે યમરાજાએ ધામાં નાખ્યા હોય તેમ છેલ્લા 4 દિવસથી મૃતદેહ મળી આવે છે. ત્યારે હિંમતનગરના ઇડર હાઇ-વે પર સાંઈ મંદિર નજીકથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

અજાણ્યા યુવકનો મૃતદેહ

By

Published : Mar 30, 2019, 9:26 PM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સતત 4 દિવસથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે શનિવારના રોજ ઇડર હાઇ-વે પર સાંઈ મંદિર નજીકથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગરથી મળી આવેલો મૃતદેહ

તો હિંમતનગરમાં પ્રથમ દિવસે બસ્ટેન્ડ વિસ્તારના કૉમ્પ્લેક્સમાં આવેલી પાણીની ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજા દિવસે હાથમતી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રીજા દિવસે RTO બાયપાસ પાસેથીબેરણા ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

તો આ મૃતહેદ મળી આવવાનો શિલસિલો યથાવત રહેલા શનિવારના રોજ પણ હિંમતનગરના વક્તાપુર સાંઈ મંદિર નજીકથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું તારણ સામે આવ્યું છે. જો કે, આ અજાણ્યા યુવાનનો મૃતદેહ હાલમાં હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો આ અંગે ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details