- સુરતમાં કોરોના સંક્રમણ કાબૂમાં લેવા તંત્રના પ્રયાસો
- સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા
- કેદીઓ પરિજનો સાથે વાત કરી શકે તે માટે ટેલિફોનિક વ્યવસ્થા વધારાઈ
સુરત: કોરોના સંક્રમણના ફેઝ 2માં જેલમાં રહેતા કેદીઓ સંક્રમણ ન વધે આ માટે પોતાના પરિવારજનોને મળી શકતા નથી. આ માટે સુરત મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાચા અને પાકા કામના કેદીઓ પોતાના પરિજનો સાથે વાત કરી શકે આ માટે ટેલિફોનિક વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.આ સાથે કેદીઓને વીડિયો કોલિંગની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરત લાજપોર જેલમાં અત્યાર સુધી બે કેદીઓ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જેલની અંદર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
કેદીઓ પરિજનો સાથે કરશે ઈ- મુલાકાત
ગુજરાતની અત્યાધુનિક જેલમાં સુરતના રાજકોટ ખાતે આવેલા મધ્યસ્થ જેલના કેદીઓ પણ સામેલ છે. અહીં પાકા કામના કેદીઓની સંખ્યા 665 અને કાચા કામના કેદીઓની સંખ્યા 1919 છે. આ સાથે પાસા હેઠળ કેદીઓની 55 છે. અને જેલમાં બાળકોની સંખ્યા 8 છે. સુરત લાજપોર જેલમાં હજારોની સંખ્યામાં કાચા અને પાકા કામના કેદીઓ સહિત પાસાના કેદીઓ સજા ભોગવી રહ્યા છે ત્યારે જો કોઈ સંજોગોમાં કોરોના સંક્રમણ જેલ સુધી પહોંચે તો સ્થિતિ ગંભીર બની શકે છે. જેથી અગાઉથી જ સુરત લાજપોર જેલના સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામા દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને ઈ- મુલાકાત કરાવવામાં આવી રહ્યા છે. જ્યારથી સુરતમાં ફેઝ ટુ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ સુરત મધ્યસ્થ જેલમાં કેદીઓને તેમના પરિજનો સાથે મુલાકાત અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અંગે જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે , કેદીઓ પોતાના પરિજનોને રૂબરૂ મળી શકતા નથી આ માટે અમે ટેલિફોનિક વ્યવસ્થા વધારી છે. હાલ કરતા દસ ટેલિફોનિક લાઈનો વધારી દેવામાં આવી છે. સાથે કેદીઓને ઈ- મુલાકાત કરાવવામાં આવી રહી છે. કેદીઓ પોતાના પરિવારજનો સાથે વિડીયોકોલ થકી વાત કરી શકે છે. બીજી બાજુ પહેલા જેલના કેદીઓને ઘરનું ભોજન મળી રહે આ માટેની પણ વ્યવસ્થા કરાઇ હતી પરંતુ હાલના સંજોગોમાં આ સુવિધા બંધ કરવામાં આવી છે.