ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથના કોડીનાર પંથકમાં 5 દિવસથી કોરોના ટેસ્ટીંગ કિટની અછત - Corona virus update

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં કોરોના ટેસ્ટીંગ કિટની ભારે અછત સર્જાઈ છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં કિટ ખૂટવા આવતા લોકોને ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડે છે.

ગીર સોમનાથના કોડીનાર પંથકમાં 5 દિવસથી કોરોના ટેસ્ટીંગ કિટની અછત
ગીર સોમનાથના કોડીનાર પંથકમાં 5 દિવસથી કોરોના ટેસ્ટીંગ કિટની અછત

By

Published : May 6, 2021, 5:00 PM IST

  • કોડીનાર પંથકમાં 5 દિવસથી કોરોના ટેસ્ટીંગ કીટની અછત
  • ભયંકર મહામારી સમયે આરોગ્ય તંત્રની લાપરવાહીથી લોકોમાં રોષ
  • કોરોનાના ટેસ્ટ માટે લોકોને ભારે હાલાકી

ગીર સોમનાથ: હાલ કોડીનાર તથા આસપાસના ગામોમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે તેવા સમયે કોડીનાર સરકારી હોસ્પીટલ તથા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લાં પાંચ દિવસથી કોરોના ટેસ્ટીંગ કીટ ખલાસ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોરોના ટેસ્ટીંગનો જથ્થો ફાળવવા પ્રબળ લોકમાંગણી ઊઠી છે.

સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ

અંદાજે 400 લોકોને ટેસ્ટીંગ વગર ધક્કા હાલની પરિસ્થિતિમાં એક સર્વે પ્રમાણે કોડીનાર હોસ્પીટલ તથા ગ્રામીણ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ અંદાજે 400 જેટલા લોકો કોરોના ટેસ્ટ માટે આવે છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી એકપણ જગ્યાએ ટેસ્ટીંગ કીટ નથી. પરિણામે લોકોએ નિરાશા થઈ પરત થવું પડે છે.

કોરોના ટેસ્ટીંગ કીટ જરૂરી દવાઓ ફાળવવામાં કોડીનાર પંથકને લાંબા સમયથી અન્યાય કરવામાં આવે છે

કોરોના ટેસ્ટીંગ કીટ જરૂરી દવાઓ ફાળવવામાં કોડીનાર પંથકને લાંબા સમયથી અન્યાય કરવામાં આવે છે, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે. કોડીનાર પંથકમાં કોરોનાનો પ્રતિકાર કરવા તમામ જરૂરી સવલતો પુરી કરવા તંત્ર સમક્ષ લોક માંગણી ઉઠવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details