દેશમાં વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સિનેશનની પ્રક્રિયામાં જામનગર પ્રથમ ક્રમે
જામનગરમાં કુલ 33 ટકા લોકોને અપાઈ વેક્સિન
CoWin એપ દ્વારા જાહેર કરાયા આંકડા
જામનગર: જિલ્લામાં અત્યાર સુધીમાં 2,09,424 લોકો વેક્સિન લઇ ચુક્યા છે. અને શહેરમાં 1,41,000 લોકો વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લઇ ચુક્યા છે. આમ જામનગર જિલ્લામાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે.
• જામનગર જિલ્લામાં 3 લાખથી વધુ લોકો વેક્સિન લઈ ચુક્યા છે.
એક ખાનગી ચેનલ દ્વારા CoWin એપના આધારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ વસ્તીની ટકાવારીની દ્રષ્ટીએ દેશમાં રસીકરણની પ્રક્રિયામાં જામનગર જીલ્લો અગ્રીમ છે. દેશના માત્ર 37 જીલ્લાઓજ એવા છે કે જ્યાં 20%થી વધુ વેક્સિનેશન થયું છે. તે પૈકી ગુજરાતના બે જીલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે તે પૈકી એક જામનગર અને બીજું પોરબંદરનો સમાવેશ થાય છે છે. જામનગર શહેર અને જીલ્લામાં 18 વર્ષથી ઉપરના 11લાખ 58હજાર લોકો પૈકી અત્યાર સુધીમાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે. એટલે કે જામનગર જીલ્લામાં વેક્સિનેશનની કામગીરી અંદાજે 33% સુધી પૂર્ણ થઇ ચુકી છે.
• ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સિન મળી જશે
ગુજરાત સહીત જામનગરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરુ થયું છે. જામનગર જીલ્લામાં 104 દિવસમાં 3,50,424 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. 8લાખ લોકોને વેક્સીન લેવાની બાકી છે. જો જીલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા આ જ રીતે ચાલુ રહી તો ડીસેમ્બર મહિનામાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. પરંતુ સરકાર દ્રારા 1મેથી 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અનેક જગ્યાએ વેક્સિનનો જથ્થો ખૂટી પડે છે. જો જામનગરને સમયસર વેક્સીન નહી મળે તો ડીસેમ્બર સુધીમાં રસીકરણ પૂર્ણ નહી થાય.