રાજકોટઃ ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સીમમાં જુગાર રમતા 9 ઝડપાયા હતા જ્યારે એક નાશી ગયો હતો. બાંદરા ગ્રામ પંચાયત સભ્ય પણ જુગારમાં ઝડપાયા હતા.
રાજકોટઃ વોરકોટડા ગામની સીમમાં જુગાર રમતા 9 ઝડપાયા, એક ફરાર - rajkot latest news
ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સીમમાં જુગાર રમતા 9 ઝડપાયા હતા જ્યારે એક નાશી ગયો હતો. બાંદરા ગ્રામ પંચાયત સભ્ય પણ જુગારમાં ઝડપાયા હતા.
ગોંડલ તાલુકા પોલીસ મથકના નવનિયુક્ત પીએસઆઇ એમ.જે.પરમાર, હિતુભા વાળા, જીતેન્દ્રસિંહ વાળા તથા વિપુલભાઇ ગુજરાતી સહિતનાઓએ બાતમીના આધારે કંટોલિયાથી બાદરા જવાના રસ્તે વોરકોટડા ગામની સીમમાં શૈલેષ રવજીભાઈ શીંગાળાની વાડી એ જુગાર અંગે દરોડો પડ્યો હતો.
આ દરોડામાં જેન્તી મોહનભાઇ મકવાણા, કિરીટ રણછોડભાઈ પરમાર, વિશાલ રણછોડભાઈ ઝાલા, ચંદ્રકાન્ત કાંતિભાઈ વ્યાસ, પ્રવીણ બીજલભાઈ મકવાણા, વિશાલ મગનભાઈ, કિશોર લક્ષમણભાઈ વેકરીયા, કિશોર ઉકાભાઈ રૈયાણી તથા નરેન્દ્ર વલ્લભભાઈ રૈયાણી (બાંદ્રા ગ્રામ પંચાયત સદસ્ય) રોકડ રૂપિયા 37410 તથા મોબાઈલ ફોન 8 ,કિમત રૂપિયા 11.000/- કુલ મળીને રૂપિયા 48510 /- નો મુદ્દામાલ ઝડપાયા હતા..