ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં શનિ-રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ - dang samachar

કોરોના મહામારી વચ્ચે સાપુતારા સહિત જિલ્લાના પર્યટન સ્થળો પર શનિ રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ ચેકપોસ્ટ ખાતે થર્મલ સ્ક્રીનીંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરાયુ હતુ. ડાંગ જિલ્લામાં વરસાદની મજા માણવા આવતા પ્રવાસીઓને ડાંગનાં પ્રવેશદ્વાર વઘઇ ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે તમામ પ્રવાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરાયુ હતુ.

ડાંગ જિલ્લામાં શનિ રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ
ડાંગ જિલ્લામાં શનિ રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ
author img

By

Published : Jul 26, 2020, 8:10 PM IST

ડાંગઃ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ ખાતે રવિવારે વધઇ પોલીસ દ્વારા અન્ય જિલ્લાઓમાંથી આવતા પ્રવાસીઓનુ સધન ચેકીંગ હાથ ધરાયું છે. કોવિડ સંદર્ભે આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલનના કર્યું હોય તેવા લોકો ઉપર વધઇ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

in article image
ડાંગ જિલ્લામાં શનિ રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ

કોરોના મહામારી વચ્ચે સાપુતારા સહિત જિલ્લાના પર્યટન સ્થળો પર શનિ રવિની મજા માણવા આવતા પ્રવાસીઓનું વઘઇ ચેકપોસ્ટ ખાતે થર્મલ સ્ક્રીનીંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરાયુ હતુ. હાલ કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે. તેમ છતાં પણ સુરતી પ્રવાસીઓ સહિત અન્ય જિલ્લાઓમાંથી આવતા પ્રવાસીઓ ડાંગનાં ગીરીમથક સાપુતારા ખાતે શનિ રવિની રજા માણવા ઉમટી પડતા હોય છે.

જેને લઇ કોરોના વાઇરસનુ સંક્રમણ ફેલાવાનો ભય ડાંગની જનતા સેવી રહી છે.જેને લઈને તકેદારીનાં ભાગરૂપે અન્ય જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં વરસાદની મજા માણવા આવતા પ્રવાસીઓને ડાંગનાં પ્રવેશદ્વાર વઘઇ ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે તમામ પ્રવાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરાયુ હતુ.

તેમજ પોલીસ પ્રશાસન દ્વારા વાહન ચેકીંગ તેમજ માસ્ક પહેરીયા વગર આવતા પ્રવાસીઓને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તેમજ તકેદારીનાં ભાગરૂપે વધઇ મામલદાર સી.એ.વસાવા અને પીએસઆઈ ડી.ડી.વસાવાએ સરકારની ગાઇડ લાઇન મુજબ સાપુતારા સહેલગાહે આવતા પ્રવાસીઓને પોતાના વાહનમાં પાંચ વ્યકિતઓથી વધુ વ્યકિતને બેસાડી પ્રવાસ ન કરવા અપીલ કરી હતી અને ચેંકીગ દરમિયાન વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રવાસન કે, જાહેર સ્થળે સહેલગાહ કરતી વેળાએ તમામ સહેલાણીઓ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

જયારે એક વાહનમાં જાહેરનામુ મુજબ પાંચથી વધુ વ્યકિતઓ કારમાં ધ્યાને ચઢતા આવા પ્રવાસીઓને વઘઇ પોલીસે દંડનીય કાર્યવાહી કરી ડાંગ જિલ્લામાં પ્રવેશ ન આપ્યો હતો. જેને લઇ શનિ રવિની રજા માણવા આવેલા પ્રવાસીઓએ વિલા મોઢે ધરે પરત ફરવુ પડયુ હતુ. જયારે પરત ફરતા કેટલાક પ્રવાસીઓએ અંબિકા નદી કિનારે સેલફી પાડી મજા માણી આનંદ મેળવ્યો હતો..

ABOUT THE AUTHOR

...view details