ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: શહેર અને ગામડાઓમાં યુવાનો બન્યા સુપર સ્પ્રેડર - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં યુવાનો અને કિશોરો કોરોના નું સંક્રમણ ફેલાવવામાં ભાગ ભજવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: શહેર અને ગામડાઓમાં યુવાનો બન્યા સુપર સ્પ્રેડર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: શહેર અને ગામડાઓમાં યુવાનો બન્યા સુપર સ્પ્રેડર

By

Published : May 13, 2021, 9:47 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે

શહેર અને ગામડાઓમાં યુવાનો બન્યા સુપર સ્પ્રેડર

યુવાનોમાં ફરવાની માનસિકતા કારણભૂત

રાજકોટઃ રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.જે દરમિયાન યુવાઓ અને કિશોર પર તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે જરવામાં આવ્યો હતો.જેમાં આ યુવાઓ અને કિશોરો કોરોના ફેલાવામાં સુપર સ્પ્રેડર બન્યા હોય તેવું સર્વેમાં બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 15થી 25 વર્ષના યુવાનોમાં કોરોનાનું પ્રમાણ 49 ટકા જોવા મળ્યું છે, જેઓ પરિવાર અને સમાજ માટે સુપર સ્પ્રેડર બન્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: શહેર અને ગામડાઓમાં યુવાનો બન્યા સુપર સ્પ્રેડર

યુવાનોમાં કોરોનાનું પ્રમાણ 49 ટકા જોવા મળ્યું

કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના યુવાઓ અને કિશોરો કોરોનાથી વધુ સંક્રમિત થયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સૌથી વધુ 15થી 25 વર્ષના યુવાનોમાં કોરોનાનું પ્રમાણ 49 ટકા જોવા મળ્યું છે. તેમજ આ જ કિશોર અને યુવાઓ પોટ પોતાના વિસ્તારમાં સુપર સ્પ્રેડર બન્યા છે. કિશોર અને યુવાઓ પોતાની માનસિકતના કારણે પાનના ગલ્લા પર જવું અને મોટાભાગના સમય અન્ય જગ્યાએ બેસવામાં કાઢવો મિત્રો સાથે દરરોજ બેસવું સહિતના કારણો આ કોરોના ફેલાવામાં બહાર આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details