ગત 6 મેના રોજ કરાઈ હતી છેલ્લી રજૂઆત
પડતર પ્રશ્નો ન સંતોષાતા સંઘઠિત સભ્યો ઉગ્ર આંદોલન છેડવાના મૂડમાં
11 મેં 2021 સુધી માંગણીનો યોગ્ય નિકાલ કરવા અપાયું હતું અલ્ટીમેટમ
મહેસાણા:અનેકરજૂઆતો છતાં સરકારમાંથી કોઈ યોગ્ય નિરાકરણ મળતું ન હોવાને લઇ નર્સિંગ સ્ટાફ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત બાદના 11 મે 2021ના અલ્ટીમેટમ પર જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અલ્ટીમેટમ પર જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલો અદ્યતન બની છે ત્યારે આ હોસ્પિટલો પૈકી GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પોતાની ફરજ દરમિયાન પડતી મુશ્કેલીઓ સહિતના પડતર પ્રશ્નોને લઈ સલગ્નન વિભાગોને રજુઆત કર્યા બાદ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા અંતે ગત 6 મેન રોજ આ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને લેખિત માં રજૂઆત કરી તેમની વિવિધ માંગણીઓ પુરી કરવા જાણ કરવામાં આવી હતી. જોકે, રજૂઆતો છતાં સરકારમાંથી કોઈ યોગ્ય નિરાકરણ મળતું ન હોવાને લઇ નર્સિંગ સ્ટાફ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત બાદના 11 મે 2021ના અલ્ટીમેટમ પર જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પડતર પ્રશ્નો ન સંતોષાતા સંઘઠિત સભ્યો ઉગ્ર આંદોલન છેડવાના મૂડમાં નર્સિંગ સ્ટાફ યુનિયનની વિવિધ માંગણી
ગુજરાત રાજ્યમાં અંદાજે 8 જેટલી GMERS મેડિકલ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં સારી સેવા માટે સતત નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેતો હોય છે. ત્યારે આ કર્મચારીઓને ફરજ પર તેમના હકો ન મળતા આખરે તેઓ સિસ્ટમ સામે નારાજગી દાખવતા CPF, ઉચ્ચતર તબીબી ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, પ્રમોશન, LTC અને ફરજ પર અવસાન પામતા કર્મચારીઓને ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમુ પગાર પંચ લાગુ કરવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે. જે માટે તેઓએ મુખ્યપ્રધાનના દરવાજા પણ ખખડાવી પ્રયત્ન કર્યો છે. છતાં તેમના પડતર પ્રશ્નોનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા 11 મેં 2021 સુધી નિરાકરણ નહીં આવે તો સ્ટાફ યુનિયન દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.