ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે IAS અધિકારી ભાવિન પંડયાએ કાર્યભાર સંભાળ્યો - Dang district news

સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અને પ્રજાકીય સહયોગ સાથે ડાંગ જિલ્લાને 'કોરોનામુક્ત' કરવાના લક્ષનિર્ધાર સાથે આજે એટલે કે સોમવારે ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ભાવિન પંડયાએ તેમનો કાર્યભાર સંભાળી લીધો છે.

ડાંગના કલેક્ટર ભાવિન પંડયા
ડાંગના કલેક્ટર ભાવિન પંડયા

By

Published : May 17, 2021, 5:52 PM IST

  • ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ તરીકે ભાવિન પંડયાની નિમણુંક
  • વય નિવૃત્ત કલેક્ટર એન.કે.ડામોર બાદ નવી નિમણુંક
  • ડાંગને કોરોનામુક્ત બનાવવાનો કલેક્ટરનો ધ્યેય

ડાંગ: 'કોરોનામુક્ત' કરવાના તમામ પ્રયાસો સાથે સો ટકા વેક્સિનેશન ઉપર લક્ષ કેન્દ્રિત કરવાનો ધ્યેય સાથે સોમવારે ભાવિન પંડ્યાએ પદભાર સંભાળ્યો હતો.

વય નિવૃત્ત કલેક્ટર એન.કે.ડામોર બાદ નવી નિમણુંક

રાજ્ય સરકાર તાજેતરમાં રાજ્યના સનદી અધિકારીઓની બદલીના આદેશ કરાયા હતા. જે અન્વયે ડાંગ જિલ્લામા ગત તા.30 મી એપ્રિલે વયનિવૃત્ત થયેલા કલેક્ટર એન.કે.ડામોર બાદ ખાલી પડેલી તેમની જગ્યાનો વધારાનો હવાલો ડાંગના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાને સોંપવામાં આવ્યો હતો. આ ખાલી રહેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે સને 2009ની બેચના સનદી અધિકારી પંડયાની ડાંગ કલેક્ટર તરીકે નિયુક્તિ કરતા તેમણે આજે એટલે કે સોમવારે તેમનો પદભાર સંભાળી લીધો છે.

ડાંગના કલેક્ટર ભાવિન પંડયા

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે

નવનિયુક્ત કલેક્ટર દ્વારા ડાંગને કોરોનામુક્ત બનાવવાનો ધ્યેય

ડાંગ કલેકટર તરીકે નિયુક્તિ પામેલા પંડયાએ આ અગાઉ અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ વગેરે સ્થળોએ તેમની ફરજ બજાવી છે. ગુજરાત સરકારની વહીવટી સેવામાં જુદા જુદા વિભાગોમા જુદા જુદા હોદ્દાઓ ઉપર ફરજ બજાવીને ડાંગ આવેલા ભાવિન પંડયાએ કોરોનાના કપરા કાળમા થયેલી તેમની નિયુક્તિ દરમિયાન ડાંગ જિલ્લાને કોરોનામુક્ત કરવાનો મુખ્ય ધ્યેય રહેશે તેમ જણાવ્યુ છે. આ માટે જિલ્લાના જુદા જુદા અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અને પ્રજાજનોનો સહયોગ કેળવીને, જિલ્લામા સો ટકા વેકસીનેસન થાય તે માટે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે જિલ્લાના વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું છે.

ABOUT THE AUTHOR

...view details