રાજ્યમાં 70 ટકા ઉપર વેક્સિનેશન થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવે
રાજ્યમાં હર્ડ ઇમ્યુનિટી આવતા વાર લાગશે
હજુ ફક્ત રાજ્યની કુલ વસ્તીના ફક્ત 23.07 ટકા જ રસીકરણ થયું છે
હજુ 76 ટકા લોકોને વેક્સિનની જરૂર
રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને 93 ટકા વેક્સિન આપાઇ
ગાંધીનગર : ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ સાડા છ કરોડની વસ્તી ધરાવતો પ્રદેશ છે જેમાંથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 1,49,50,228 લોકોને વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે એટલે કે રાજ્યની કુલ વસ્તી પ્રમાણે 23 ટકા લોકોને રસીનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
ડિસેમ્બર સુધીમાં રસીનો પૂરતો ડોઝ થશે અને મહત્તમ લોકોને વેક્સિન અપાઇ હશે
રાજ્ય સરકારનાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે રીતે અત્યારે જરૂરિયાત સામે સપ્લાય ઓછો છે પરંતુ આવનારા સમયમાં એટલે કે ડિસેમ્બર માસની આસપાસ રાજ્યમાં વધુમાં વધુ લોકોને રસી કરણ કરી દેવામાં આવશે જ્યારે ગુજરાતમાં રસીકરણના સ્ટોક બાબતે આરોગ્ય વિભાગના અધિકારી અને એન.એચ.એમ ના ડાયરેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે વેક્સિન ના ડોઝ નું પ્રમાણ વધારવા સરકાર સતત પ્રયત્નો કરી રહ્યા છે જ્યારે રેડ્ડીઝ લેબોરેટરી સાથે પણ વર્ચ્યુઅલ બેઠક કરીને સ્પુટનિક વેકસીન ઈમ્પોર્ટ કરવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય સરકારને જ્યાંથી પણ વ્યક્તિ મળે ત્યાંથી સરકાર વેબસાઇટ મેળવવા પ્રયત્નશીલ છે..
રાજ્ય સરકાર પાસે 3 લાખ થી વધુ ડોઝ