ગુજરાત

gujarat

રૂપાણીનું રાજકોટ થયું પાણી પાણી, 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

By

Published : Aug 2, 2019, 7:45 PM IST

રાજકોટઃ શહેરમાં બપોરના 2 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર ઈનિંગની શરૂઆત કરી છે. જેને લઈને શહેરમાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. જ્યારે શહેરમાં પાણી ભરવાના કારણે ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

RJT

રંગીલા રાજકોટમાં શુક્રવારે બપોરે 2 વગ્યા બાદ સત્તત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના 150 ફૂટ રિંગ રોડ, મવડી, લક્ષ્મીનગર, રેલનગર સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે રસ્તા પર પણ પાણી ભરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 150 ફૂટ રિંગરોડ , મોવડી ઓવરબ્રિજ પર ટ્રાફીક જામના કારણે 2 કિલોમીટરની લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.

રૂપાણીનું રાજકોટ થયું પાણી પાણી- 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, ETV BHARAT

બીજી તરફ તંત્ર દ્વારા પણ વરસાદનું જોર જોઈને કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી છે. હાલ શહેરના લક્ષ્મીનગર અને રેલનગરના અન્ડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદની અગાહીને પગલે રાજકોટ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details