- વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલને તબીબો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
- કોરોના જેવી મહામારી સમયે તબીબોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કરાઈ રજુઆત
- પે ગ્રેડ, સાતમું પગાર પંચ, સહિતની 12 જેટલી માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું
મહેસાણા: ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના લાભો અને તેમના હીતકાર્યો માટે ગુજરાત ઇનસર્વિસ ડોકટર એસોસીએશન કાર્યરત રહ્યું છે ત્યારે વર્ષ 2013 થી ઇન સર્વિસ તબીબો તરીકે સરકારમાં ફરજ બજાવતા ડોક્ટરોના પડતર પ્રશ્નો અંગે સરકારમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ના આવતા માત્ર સમાધાન બેઠકો થકી માત્ર આશ્વાસન મળતું હોઈ અંતે ઇન સર્વિસ તબીબ સંઘઠન દ્વારા પોતાની માંગણીઓના 12 જેટલા મુદ્દાઓને લઈ વિસનગર ધારાસભ્ય ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તબીબો દ્વારા મોરોના જેવી મહામારી સમયે જીવન જોખમે પોતાની ફરજ બજાવતા સરર કામગીરી કરવામાં આવી છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ તબીબોને એવોર્ડ થી સન્માનિત પણ કરાયા છે ત્યારે આ તબીબોના પડતર પ્રશ્નોનો યોગ્ય અને ઝડપી નિકાલ આવે તેવી માંગ ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે:
ઇનસર્વિસ તબીબોની વિવિધ 12 મુદ્દે માંગણીઓ ની રજુઆત કરવામાં આવી
1 ઇન સર્વિસ તબીબોને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ મુજબ NPA આપવું અને પગાર રૂપે જ ગણી NPAના લાભ આપવા
2 એન્ટ્રી પે pb3 અને ગ્રેડ પે 5400 અને સાતમા પગાર પંચમાં મેટ્રિક્સ 11 મુજબ આપવું
3 વર્ગ 1 ના અધિકારીઓ, કન્સલ્ટન્ટ અને તબીબી અધિકારીઓના સેવા સંલગ્ન આદેશો ત્વરિત કરવા
4 તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભયસ માટે 25 તક બેઠકો અનામતનો લાભ આપવો
5 કમિશનર કચેરી પર મોટા ભાગની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે જે માટે પણ યોગ્ય નિર્ણય કરવો