ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના નવા 1310 કેસ નોંધાયા, 15ના મોત, કુલ કેસનો આંકડો 1 લાખ 40 હજારને પાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1 હજાર 310 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 40 હજાર 55 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

GJ corona
GJ corona

By

Published : Oct 2, 2020, 8:37 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ 40 હજારને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1 હજાર 310 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 40 હજાર 55 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1 હજાર 250 છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 177, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 173, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 106, સુરતમાં 101, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 87, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 64, મહેસાણામાં 36, રાજકોટમાં 44, વડોદરામાં 42, ભરૂચમાં 32, કચ્છમાં 31, અમરેલીમાં 28, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 28, પાટણમાં 27, બનાસકાંઠામાં 26, અમદાવાદમાં 25, જામનગરમાં 22, જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 21, પંચમહાલમાં 21, સુરેન્દ્રનગરમાં 21, મોરબી 20, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 18, ગાંધીનગરમાં 17, નર્મદામાં 14, આણંદમાં 12, ખેડામાં 12, મહીસાગરમાં 11, સાબરકાંઠામાં 11, દેવભૂમિ દ્વારકામાં 10, ગીર સોમનાથમાં 10, જુનાગઢમાં 10, નવસારીમાં 10, ભાવનગરમાં 8, પોરબંદરમાં 7, અરવલ્લીમાં 6, દાહોદમાં 6, તાપીમાં 5, વલસાડમાં 5, છોટાઉદેપુરમાં 3 અને બોટાદમાં 2 કેસ સામે આવ્યા છે.

જ્યારે 84 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. તો અત્યાર સુધીમાં 3 હજાર 478 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધું 37 હજાર 239 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 177 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 278 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details