ગીર સોમનાથઃ જિલ્લામાં પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ આપવામાં આવશે. જિલ્લાનાં વાણિજ્ય એકમોને વર્ષ 2020-21 વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણીમાં 20 ટકાની માફી આપવામાં આવશે.
ગીર સોમનાથમાં પ્રોપર્ટી ટેક્સ ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ અપાશે - Property tax payers will get 10% refund
કોવિડ-19 સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ભરશે તો તેમને 10 ટકા રિફંડ આપવામાં આવશે.
![ગીર સોમનાથમાં પ્રોપર્ટી ટેક્સ ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ અપાશે Property tax](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:24-gj-gsm-nagarpalikarahat-7202746-13062020192055-1306f-1592056255-903.jpg)
જે અંતર્ગત વર્ષ 2020-21માં વાણિજ્યયાક પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 20 ટકાની રકમ પરત કરવામાં આવશે.
કોવિડ-19 સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારના તમામ રહેણાક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ભરશે. તો તેમને 10 ટકા રિફંડ આપવામાં આવશે. તેમજ જે મિલકતદારોએ વર્ષ 2020-21ના રહેણાંક પ્રોપર્ટી ટેકસની 100 ટકા ચૂકવણી કરી હશે તેમને 10 ટકા રકમ પરત કરવામાં આવશે.
સરકારની આ રાહતનો શહેરીજનોને લાભ લેવા વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જાહેરનામું બહાર પાડ્યું હતું.