મોરબીઃ ડિજીટલ યુગમાં ઓનલાઈન વ્યવહારો વધી રહ્યા છે, તો ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં મોરબીના આધેડને એપ્લીકેશન ડાઉનલોડ કરવાના બહાને કોડ મેળવી ખાતામાંથી 50 હજારની ઓનલાઈન ઉઠાંતરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીમાં એપ્લીકેશન ડાઉનલોડના બહાને કોડ મેળવી 50 હજારની ઓનલાઈન ઉઠાંતરી - 50 હજારની ઓનલાઈન ઉઠાંતરી
મોરબીના આધેડને એપ્લીકેશન ડાઉનલોડ કરવાના બહાને કોડ મેળવી ખાતામાંથી 50 હજારની ઓનલાઈન ઉઠાંતરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જીગ્નેશભાઈ સરવૈયાના બેંક ખાતામાંથી પેટીએમના ખાતામાં રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કરીને તેમાંથી આરોપીએ પોતાના Paytm ખાતા નંબરમાં રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના શનાળા રોડ ચંદ્રેશનગરના રહેવાસી જીગ્નેશ પ્રાણલાલ સરવૈયાએ (ઉમર વર્ષ 43) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 12 એપ્રિલના રોજ તેને મોબાઈલ નંબર 70297 67517થી ફોન આવ્યો હતો અને વાત કરી મોબાઈલમાં ક્વિક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહી જેના કોડ નંબર મેળવી જીગ્નેશભાઈ સરવૈયાના બેંક ખાતામાંથી પેટીએમના ખાતામાં રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કરીને તેમાંથી આરોપીએ પોતાના Paytm ખાતા નંબરમાં રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જોકે, બનાવ ચાર માસ પૂર્વે બનેલો છે. જે મામલે એ ડિવીઝન પોલીસે આઈટી એકટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.