- ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની બોલબાલા
- પંડ્યા પરિવારે હળદળ અને સુંઠ પાઉડરમાંથી ઈમ્યુનીટી બુસ્ટર શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કર્યું
ભરૂચઃ ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની બોલબાલા જોવા મળી રહી છે, ત્યારે પંડ્યા પરિવારે હળદળ અને સુંઠ પાઉડરમાંથી ઈમ્યુનીટી બુસ્ટર શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કર્યું છે, બીજી તરફ અંકલેશ્વરમાં યુવક મંડળે 6 કિલો કાગળમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સ્થાપન કર્યું છે.
ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની બોલબાલા કોરોનાની મહામારી વચ્ચે હાલ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા જાહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી પર તંત્રનો પ્રતિબંધ છે, ત્યારે ભક્તોએ શ્રીજીને પોતાના ઘરમાં જ બિરાજમાન કર્યા છે.
ભરૂચના આંગન એપાર્ટમેન્ટમાં રહેતા પંડ્યા પરિવાર દ્વારા કોરોના કાળમાં શ્રીજીની ઈમ્યુનીટી બુસ્ટર પ્રતિમાનું નિર્માણ કર્યું છે. પંડ્યા પરિવાર દ્વારા હળદળ,સુંઠ પાઉડર અને તુલસી પાઉડરની મદદથી 4 ઈંચની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કર્યું છે. વિસર્જનના દિવસે પ્રતિમાનું ઘરમાં જ પાણીમાં વિસર્જન કરી પાણીને પ્રસાદીરૂપે આપવામાં આવશે.
અંકલેશ્વરના અંબાજી યુવક મંડળે 6 કિલો કાગળમાંથી 2 ફૂટની શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરી સ્થાપન કર્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પહેલ સાથે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આવેલા અંબાજી યુવક મંડળએ અનોખા ગણેશજીનું માત્ર 3 દિવસમાં સર્જન કર્યું છે.