ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની બજારમાં કેરીઓ આવતા ફૂડ વિભાગની ટીમ એલર્ટ, 15 વેપારીઓને ફટકારી નોટિસ - Fruit market of rajkot

ફળોની રાણી કેરીની સવારી રાજકોટના ફળ બજારમાં આવી પહોંચી છે . ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ એલર્ટ થઈ છે. ફૂડ વિભાગના અધિકારીઓએ આ અંગે કાર્યવાહી હાથ ધરી કેરીનું વેચાણ કરતા 15 જેટલા વેપારીઓને નોટિસ ફટકારી છે.

રાજકોટની બજારમાં કેરીઓ આવતા ફૂડ વિભાગની ટીમ એલર્ટ, 15 વેપારીઓને ફટકારી નોટિસ
રાજકોટની બજારમાં કેરીઓ આવતા ફૂડ વિભાગની ટીમ એલર્ટ, 15 વેપારીઓને ફટકારી નોટિસ

By

Published : May 10, 2021, 7:10 PM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી

ફૂડ વિભાગ અધિકારીઓએ 15 કેરીના વેપારીઓને ફટકારી નોટિસ

કેલ્શિયમ કાર્બાઈડ વડે કેરી પકવતા હતા

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા સોમવારના રોજ પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઈડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 15 વેપારીઓને અધિકારીઓએ ફુડના પરવાના બાબતે નોટિસ આપી છે.

15 વેપારીઓને ફટકારી નોટિસ

જે પેઢીઓને નોટીસ આપવામાં આવી છે તેમાં (1) જય જલારામ કેરી ભંડાર અમીન માર્ગ, હીગરાજ ચોક (2) ચેતન સીઝન સ્ટોર અમીન માર્ગ, અક્ષરમાર્ગ કોર્નર (3) મનાલી ફ્રેશ ડીંપલ કોમ્પલેક્ષ, અમીન માર્ગ, (4) રાધે કૃષ્‍ના ફ્રુટ ગીરીરાજ હોસ્પિટલ પાસે, 150 રીંગ રોડ (5) માનાલી જ્યુસ એન્ડ ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ (6) ભોલા ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ, (7) મોરુકા ગીર કેરી સરદાર કોમ્પ. યુની. રોડ (8) જલારામ ફ્રુટતીર્થરાજ કોમ્પ. યુની. રોડ (9) શ્રીજી મેન્ગો સરદાર કોમ્પ. સામે, યુની. રોડ (10) મોમાઇ કેરી ભંડારશ્રી કોમ્પ. રોડ (11) ગોલ્ડન કેરી ભંડાર સરદાર કોમ્પ. સામે, યુની. રોડ (12) શ્રી સીઝન સ્ટોર ઉમીયાજી કેરી ભંડારમહાલક્ષ્‍મી મે.રોડ. યુની રોડ કોર્નર(13) શુભ કેરી મહાલક્ષ્‍મી મે.રોડ. યુની રોડ કોર્નર (14) વી કે ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (15) મહાકાળી ફ્રુટ સેન્ટર કોઠારીયા રોડ નો સમાવેશ થાય છે.

10થી વધુ દુકાનોમાં હાથ ધર્યું ચેકીંગ

જ્યારે ફૂડ વિભાગ દ્વારા (1) બીપીન કેરીવાળા પતીરા બર્ધર્સ પાસે, અમીન માર્ગ, (2) રોયલ ફ્રુટ એન્‍ડ જયુસ ૧૫૦ રીંગ રોડ યુની. રોડ કોર્નરઆઇ (3) શ્રી ખોડીયારમાં ફ્રુટ સેન્ટર સંદરમ્ એપા. યુની. રોડ (4) હંસરાજ ફાર્મમહાલક્ષ્‍મી મે.રોડ. યુની રોડ કોર્નર (5) તીરુપતી ફ્રુટસંતકબીર રોડ (6) સત્યમ ફ્રુટ સેન્ટર સંતકબીર રોડ (7) મારૂતી સીઝન સ્ટોરસંતકબીર રોડ (8) જય અંબે ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (9) જે પી ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (10) મોમાઇ ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (11) જલીયાણ ફ્રુટ માર્કેટીંગ યાર્ડ (12) રસીકભાઇ કેશુભાઇ ફ્રુટવાળા માર્કેટીંગ યાર્ડ (13) બાપાસીતારાક ફ્રુટ સંતકબીર રોડ (14) ભારત ફ્રુટ સેન્ટર પેડક રોડ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા FSSAI માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. જેની સરકાર દ્વારા માન્યતા આપેલી છે.

ABOUT THE AUTHOR

...view details