મોરબીઃ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા DYSP રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી.આઈ. એચ.એન.રાઠોડ તથા કિરીટસિંહ, નટવરસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતાં.
વાંકાનેરના મિલ પ્લોટમાં જુગાર રમતા પાંચ ઝડપાયા - મોરબીમાં કરોના વાઇરસ
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના મિલ પ્લોટમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
તે દરમિયાન વાંકાનેરમાં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પંકજભાઈ વિનોદભાઈ દેગામાં, ઈસ્માઈલભાઈ હાજીભાઇ ભાટી, અબ્દુલભાઈ જુસબભાઈ બ્લોચ, તસ્લીમભાઈ અયુભાઈ શેખ, જયેશભાઈ રમેશભાઈ ઉધરેજાને રોકડ રકમ 12,300 તથા મોબાઈલ નંગ-4 કિંમત રૂપિયા 30,000 એમ કુલ મુદામાલ રૂપિયા 42,300 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.