ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે અયોધ્યાના રામમંદિરે ભૂમિપૂજન નિમિત્તે સંતો,મહંતો તેમજ ગામના નાગરિકો ધ્વારા રણછોડજી મંદિરમાં ધજા ચડાવીને રામ મંદિર નિર્માણની ખુશી વ્યક્ત કરી હતી.
ડાકોરમાં રામમંદિર ભૂમિપૂજન નિમિત્તે રણછોડજી મંદિરમાં ધજા ચઢાવાઈ - ભૂમિપૂજન નિમિત્તે રણછોડજી મંદિરમાં ધજા ચડાવાઈ
અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં આજે ઉત્સવનો માહોલ છે. જેને લઇ ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે બુધવારે અયોધ્યાના રામમંદિરે ભૂમિપૂજન નિમિત્તે સંતો, મહંતો તેમજ ગામના નાગરિકો ધ્વારા રણછોડજી મંદિરમાં ધજા ચડાવીને રામ મંદિર નિર્માણની ખુશી વ્યક્ત કરી હતી.
અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં આજે ઉત્સવનો માહોલ છે. ઠેરઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દંડીસ્વામી આશ્રમના વિજય દાસજી મહારાજ, રણછોડરાયજી મંદિરના પૂજારી દિપક ભાઈ સેવક, વી.એચ.પીના આગેવાન ડો.હરેન્દ્ર પંડ્યા તેમજ હરેશ શાહ સહિતના કાર્યકરોએ દંડીસ્વામી આશ્રમથી ધજા તેમજ ભગવાન રામચંદ્રજીની છબી સાથે જય શ્રીરામના નારા સાથે કૂચ આદરી હતી. જે રણછોડરાયજી મંદિરે પહોંચી ધજા ચડાવી હતી. તે સાથે સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠયું હતું. કોરોના મહામારીને પગલે નિયમોની તમામ તકેદારી રાખવામાં આવી હતી.
આ પ્રસંગે દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે જણાવ્યુ હતું કે, આજનો દિવસ દિપાવલી કરતા પણ ખુબજ મહત્વનો છે. 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસ થઈ રહ્યો છે તેની ખુશી ભારત ભરમાં એક મોટા ઉત્સવની જેમ ઉજવાઈ રહી છે. જય શ્રી રામના નારા સાથે અનેક કારસેવકો તેમજ હિન્દુઓના બલિદાનથી આ કાર્ય શક્ય બન્યું છે તે પણ જણાવ્યું હતું..