ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 8 દર્દીઓ કોરોના પોઝિટિવ, 9 સ્વસ્થ થયા - Dang district covid patients

ડાંગ જિલ્લામા રવિવારે 9 નવા કેસ નોંધાયા છે. જેની સામે 8 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગ જિલ્લામાં 8 દર્દીઓ કોરોના પોઝિટિવ, 9 સ્વસ્થ થયાં
ડાંગ જિલ્લામાં 8 દર્દીઓ કોરોના પોઝિટિવ, 9 સ્વસ્થ થયાં

By

Published : May 2, 2021, 9:24 PM IST

  • ડાંગ જિલ્લામાં આઠ દર્દીઓને રજા અપાઈ
  • નવા 9 કેસ સાથે કુલ કેસની સંખ્યા 520
  • જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 124

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 520 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 396 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 124 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.

15 દર્દીઓ આહવા સિવિલમાં જ્યારે 103 દર્દીઓ હોમ આઇસોલેટ

એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 4 દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, 2 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને 103 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1148 વ્યક્તિઓને હોમ કવોરેેંટાઈન કરાયા છે. જ્યારે 8035 વ્યક્તિઓના હોમ કવોરેેંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામાં આજની તારીખે કુલ 109 કન્ટેમમેન્ટ ઝોન નિયત કરાયાં

જિલ્લામા આજની તારીખે કુલ 109 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 368 ઘરોને આવરી લઈ 1579 વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 106 બફર ઝોન (એક્ટિવ)મા 656 ઘરોને સાંકળી લઈ 2779 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

રવિવારે 128 સેમ્પલ લેવાયા, કુલ 33,877 લોકોએ રસી લીધી

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો રવિવારે જિલ્લાભરમાંથી 34 RT PCR અને 94 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 128 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 34 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ 45,733 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. રસીકરણની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી 2097 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4616 (93 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 27164 (45+) 47 ટકા નાગરિકો મળી કુલ 33,877 લોકોને વેકસીન આપી દેવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details