ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ડોક્ટર્સ ડે (Doctors Day) નિમિતે ભાજપ મહિલા મોરચા (BJP Mahila Morcha) દ્વારા ડોક્ટર અને નર્સોના બહુમાન કરાયા - ભાજપ મહિલા મોરચા

ડોક્ટર્સ ડે (Doctors Day)ની ઉજવણી નિમિતે મોરબી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન વિવિધ કોરોના કોવિડ કેર સેન્ટરોમાં ફરજ બજાવતા મહિલા ડોકટરોનું મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડોક્ટરો અને નર્સોનું સન્માન
ડોક્ટરો અને નર્સોનું સન્માન

By

Published : Jul 1, 2021, 7:34 PM IST

  • કોરોના કાળમાં ફરજ બજાવતા મહિલા ડોકટરોનું સન્માન કરાયું
  • પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
  • ભાજપ મહિલા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું

મોરબી : જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં બેડની તાતી જરૂરિયાત પડી હતી, ત્યારે તમામ સમાજ દ્વારા વિવિધ કોરોના કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલા ડોકટરો તથા નર્સોએ પણ પોતાની સેવા આપીને દર્દીઓને સારવાર આપી હતી.

આ પણ વાંચો : જાણો અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ

40 થી વધુ મહિલા ડોકટરો અને નર્સનું સન્માન કરવામાં આવ્યું

ત્યારે આજે ડોક્ટર્સ ડે (Doctors Day)નિમિતે મોરબી શહેર મહિલા ભાજપ દ્વારા કોરોના કાળમાં ફરજ બજાવતા 40 થી વધુ મહિલા ડોકટરો અને નર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ પ્રમાણપત્ર આપીને ડોકટરોએ કરેલા ઉમદા કામગીરીને બિરદાવવામાં આવ્યા હતી. તે ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર તથા નર્સનું સન્માન કરવામાં આવ્યું.આ તકે શહેર મહિલા ભાજપ પ્રમુખ નિર્મલાબેન હડીયલ, પ્રધાન ક્રિષ્નાબેન પરમાર, ભાજપ અગ્રણી ભાવેશ કણઝારિયા અને પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન


ABOUT THE AUTHOR

...view details