મહીસાગરઃ કોરોના સામેની લડતમાં જિલ્લામાં તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આર.બી બારડે લુણાવાડા તાલુકાના મોટાસોનેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવતાં મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટરે કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી કલેક્ટરે આ વિસ્તારના લોકોને મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા થતાં ડોર ટુ ડોર સર્વેમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો, તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી અવર જવર ના કરવાં લોકોને જણાવ્યું હતું.
મહીસાગર: જિલ્લા કલેક્ટરે કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી કન્ટેઇન્મેન્ટ એરિયામાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે કરવામાં આવતી કામગીરી જેવી કે આયુર્વેદિક ઉકાળા વિતરણ, હોમીયોપેથીક દવા, આર્સેનિક આલ્બનું વિતરણ તેમજ આરોગ્ય સર્વે ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમાં કલેક્ટરે કન્ટેઇન્મેન્ટ વિસ્તારના લોકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
સાથો સાથે આ વિસ્તારમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ અન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ તેમજ ઘરોની બહાર ન નીકળવા લોકોને સૂચના આપી હતી.
કલેક્ટરની મુલાકાત દરમિયાન પ્રાન્ત અધિકારી બ્રિજેશ મોડિયા, મામલતદાર શિલાબેન નાયક, પીએસ.આઇ એન.એમ.પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.