ગુજરાત

gujarat

ETV Bharat / state

વહીવટી તંત્ર ધારે તો શું ન કરી શકે : ગણતરીની મિનીટોમાં ધોલેરા વટામણ હાઈવે પૂર્વવત કરાયો - tauktae cyclone impact in Ahmedabad rural areas

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની વહીવટીતંત્રની ટીમે “તૌકતે" વાવાઝોડાના પગલે કોવીડ હોસ્પિટલ માટેના ઓક્સિજન પુરવઠાના સપ્લાયમાં ઉભા થયેલા વિઘ્નને ગણતરીની મિનિટોમાં જ દૂર કરી પ્રસંશનીય કામગીરી કરી છે.

વહીવટી તંત્ર ધારે તો શું ન કરી શકે : ગણતરીની મિનીટોમાં ધોલેરા વટામણ હાઈવે પૂર્વવત કરાયો
વહીવટી તંત્ર ધારે તો શું ન કરી શકે : ગણતરીની મિનીટોમાં ધોલેરા વટામણ હાઈવે પૂર્વવત કરાયો

By

Published : May 18, 2021, 7:37 PM IST

● ટીમ ધોલેરાની અદભૂત કામગીરી

● બપોરે 2:41 એ હાઈવે બ્લોક થયાનો સંદેશ મળ્યો અને 03:04 એ હાઈવે પૂર્વવત કરાયો

● ધોલેરા- વટામણ હાઈવે પર વીજવાયર તૂટી પડતાં કોવીડ હોસ્પિટલ માટે ઓક્સિજન લઈ જતા ટ્રક અટવાયા, માત્ર ગણતરીની મિનિટમાં “ટીમ ધોલેરા”એ હાઈવે પૂર્વવત કર્યો

અમદાવાદ: ધોલેરા વટામણ હાઈવે પર પીપળી ગામથી નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસે વીજળીનો હાઈટેન્શન વાયર તૂટી પડ્યો હતો. જેના પગલે હાઈવે બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો મેસેજ ધોલેરા તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલરુમ ખાતે મળ્યો હતો. સંદેશ મળતા “ટીમ ધોલેરા” સક્રિય બની અને ગણતરીની મિનિટોમાં જ હાઈવે પરની અડચણ દૂર કરી વાહન-વ્યવહાર પૂર્વવત કર્યો.

શું કહ્યું ધોલેરાના મામલતદારે ?

આ અંગેની વિગતો આપતા ધોલેરા મામલતદાર ભગીરથસિંહ વાળા કહે છે, “ અમને બપોરે 02:41 કલાકે સંદેશ મળ્યો કે વીજવાયર તૂટી પડતા હાઈવે બ્લોક થઈ ગયો છે અને પરિણામે કોવીડ હોસ્પિટલ માટે ઓક્સિજન લઈ જતા બે ટ્રક અટવાયા છે. તરત જ અમે વિવિધ ટીમ સાથે સંકલન સાધી હાઈવે પરની અડચણ દુર કરી ગણતરીની મિનિટમાં જ હાઈવે પૂર્વવત કરી દીધો” આ સમગ્ર ઘટનાક્રમમાં તાલુકા વહીવટીતંત્રના વિવિધ વિભાગો માર્ગ-મકાન, યુજીવીસીએલ, વનવિભાગ અને પોલીસના સક્રિય સહયોગથી સફળતા મળી.

ABOUT THE AUTHOR

...view details