ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ધનવંતરી રથથી 40 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરી સારવાર અપાઈ

ગીર સોમનાથ જિલ્લામાં 21 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 40 હજાર જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1370 તાવના, 7205 શરદી-કફ, 538 ડાયાબીટીસ અને 639 હાઇબ્લડ પ્રેસરના દર્દી નોંધાયા હતાં. તેમજ 109 દર્દીને હોસ્પિટલમાં રીફર કરાયા હતા. 741 ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી છે.

ગીર-સોમનાથમાં ધન્વંતરિ રથ દ્વારા 40 હજારથી વધુ લોકોના સ્ક્રીનીંગ કરી સારવાર અપાઈ
ગીર-સોમનાથમાં ધન્વંતરિ રથ દ્વારા 40 હજારથી વધુ લોકોના સ્ક્રીનીંગ કરી સારવાર અપાઈ

By

Published : Aug 12, 2020, 1:20 PM IST

  • ગીર-સોમનાથમાં ધનવંતરી રથ દ્વારા 40 હજારથી વધુ લોકોના સ્ક્રીનિંગ કરી સારવાર અપાઈ
  • 741 ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી
  • થર્મલ સ્ક્રીનિંગ કરી આયુર્વેદિક દવાનું વિતરણ કરવા આવ્યું
  • રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત

ગીર સોમનાથઃ જિલ્લામાં 21 ધનવંતરી આરોગ્ય રથ દ્રારા 40 હજારથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 741 ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી હતી. ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.

ગીર-સોમનાથમાં ધન્વંતરિ રથ દ્વારા 40 હજારથી વધુ લોકોના સ્ક્રીનીંગ કરી સારવાર અપાઈ

ગીર સોમનાથ જિલ્લામાં 21 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 40 હજાર જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1370 તાવના, 7205 શરદી-કફ, 538 ડાયાબીટીસ અને 639 હાઇબ્લડ પ્રેસરના દર્દી નોંધાયા તેમજ 109 દર્દીને હોસ્પિટલમાં રીફર કરાયા હતા. 741 ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી અનુસાર સમગ્ર જિલ્લામાં 21 ધનવંતરી રથ કાર્યરત કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમના ડો. દ્વારા કોરોના વાઇરસના પોઝિટિવ આવેલા વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમ, વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તાર પહોંચી નાના બાળકો, બી.પી, ડાયાબીટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેસ્સાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની તપાસ આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. તેમજ રોગપ્રતિકારક શક્તિવર્ધક હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ગામમાં અથવા અર્બન વિસ્તારમા, સાઈટ પર, નક્કી કરેલ વિસ્તાર અને હોમ ટુ હોમ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. હાઈરીસ્ક, કો-મોબીડ લોકોને રીવર્સ કવોરેન્ટાઇન રહેવા માટે તેમજ તકેદારી રાખવા લોકોમાં આરોગ્ય વિષયક અને કોરોના વાઇરસ પ્રત્યેની જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગીર સોમનાથ જિલ્લામાં આર.બી.એસ.કે. આરોગ્યની ટીમ દ્વારા અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકોનું કોવિડ-19 મહામારી અંતર્ગત તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરી આયુર્વેદિક દવાનું વિતરણ કરવા આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details