ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોવિડ મૃતકને પરિવારજનો જીવિત હોવાનું કહી સ્મશાનથી પરત હોસ્પિટલે લઈ ગયા - રાજકોટમાં કોરોના થી મોત

રાજકોટમાં કોવિડ મૃતકને પરિવારજનો જીવિત હોવાનું કહી સ્મશાનેથી પરત હોસ્પિટલે લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૃતદેહની અંતિમ ક્રિયા કરતી વખતે તેની આંખો હલતી હોવાની શંકા જતા પરિજનોએ અંતિમવિધિ અટકાવી મૃતદેહને પરત હોસ્પિટલ લઈ જવા માંગ કરી હતી. ત્યારબાદ ડોકટરોની સમજાવટને પગલે તેઓ મૃતદેહની અંતિમ ક્રિયા કરવા સંમત થયા હતા.

રાજકોટમાં કોવિડ મૃતકને પરિવારજનો જીવિત હોવાનું કહી સ્મશાનથી પરત હોસ્પિટલે લઈ ગયા
રાજકોટમાં કોવિડ મૃતકને પરિવારજનો જીવિત હોવાનું કહી સ્મશાનથી પરત હોસ્પિટલે લઈ ગયા

By

Published : May 5, 2021, 5:57 PM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘટના

મૃતકના પરિજનો મૃતક જીવતા હોવાનું જણાવી મૃતદેહને હોસ્પિટલ પાછો લઈ આવ્યા

મૃતકની આંખો હલતી હોવાની શંકાને પગલે અંતિમવિધિ અટકાવી

રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં મોડીરાત્રે એક દર્દીનું અવસાન થતા હોસ્પિટલના તંત્ર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરી મૃતદેહને પેક કરી અંતિમવિધી માટે સ્ટાફને સોંપ્યો હતો. જેને લઈને આ મૃતકના પરિવારજનો શહેરના રામનાથપરા સ્મશાન ખાતે હોસ્પિટલના સ્ટાફ સાથે પહોંચ્યા હતા. રામનાથપરા સ્મશાન ખાતે જઇ મૃતદેહનું મોં પરિવારજનોને બતાડવા માટે તે ખોલતાં મૃતકની આંખો હલતી હોવાનું લાગતાં તેઓ જીવીત હોવાનું કહી સ્વજનો ફરીથી મૃતદેહ લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.

મૃતકને જીવિત સમજીને મૃતદેહ ફરી હોસ્પિટલમાં લાવ્યા

કોવિડ મૃતકના પરિવારજનો મૃતકનો મૃતદેહ હોસ્પિટલમાં લાવ્યા તે સમયે હાજર તબીબોએ મૃત્યુ પછી ઘણીવાર અમુક અંગોનું હલનચલન થતું હોય છે. તે સમગ્ર બાબત પરિવારજનો સમજાવી ખરેખર આ દર્દીનું મૃત્યુ જ થયાનું સ્પષ્ટ કરતાં મૃતદેહ ફરીથી અંતિમવિધી માટે શહેરના મોટા મવા સ્મશાનગૃહે લઇ જવાયો હતો. જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક સદ્દગુરૂનગરમાં રહેતાં રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના યુવાનને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.

રાસાયણિક ફેરફારને કારણે આવી ઘટનાઓ બને

સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ટીમે તપાસ કરીને પરિવારજનોને સમજાવ્યું હતું કે ઘણીવાર રાસાયણિક ફેરફારને કારણે મૃત્યુ પછી પણ શરીરના સ્નાયુઓમાં સખ્તાઇ આવતી હોઇ જેથી સ્નાયુઓનું હલન ચલન થતું હોય છે. આ કારણે મૃત્યુ પામનાર વ્યકિત જીવીત હોવાનો ભ્રમ થાય છે. આ કિસ્સામાં પણ આવું જ થયું છે. જ્યારે આ અંગે તબીબોએ સમજાવ્યા બાદ સ્વજનોએ આ વાતને સ્વીકારીને અને ફરીથી મૃતદેહ અંતિમવિધી માટે મોટા મવા સ્મશાન ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details