આગામી 19-20મે એ કચ્છ તથા કરાંચીની આસપાસ ચક્રવાતની અસર વર્તાશે
દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને કિનારે પરત બોલાવાઈ
વાવાઝોડાની સંભવિત તબાહીના અર્થે સાવધાનીના પગલાં લેવાયા
આગામી 19-20મે એ કચ્છ તથા કરાંચીની આસપાસ ચક્રવાતની અસર વર્તાશે
દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને કિનારે પરત બોલાવાઈ
વાવાઝોડાની સંભવિત તબાહીના અર્થે સાવધાનીના પગલાં લેવાયા
માછીમારોને કિનારે પરત આવવા માટે સૂચનો અપાયા
કચ્છ: આગામી 15 મેના રોજ અરબ સાગરમાં ચક્રવતી વાવાઝોડુ "તૌકતે" આવવાની સંભાવના ઉભી થઈ છે. જેમાં કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મે એ પહોંચીને વધુ અસર કરી શકે છે. ત્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને કિનારે પરત આવવા માટે સૂચનો અપાયા હતા.
તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાયા
વાવાઝોડાની સંભવિત અસર કચ્છમાં પણ જોવા મળશે અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, કોસ્ટગાર્ડ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સાવધાનીનાં આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વાવાઝોડાથી કોઈ મોટી જાનહાનિ ના સર્જાય તથા બચાવ માટેની પ્રક્રિયા અંગે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે દરિયામાં માછીમારી કરતા માછીમારોને સુરક્ષિત દરિયા કિનારે પરત આવવા સૂચનો કરાયા હતા.