ગુજરાત

gujarat

ETV Bharat / state

COVID-19: રાજ્યમાં કુલ 1939 કેસ પોઝિટિવ, 71 લોકોનાં મોત - etv bharat news

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ 1939 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 71 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 131 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે. અમદાવાદમાં કોરોનાના કેસો 1 હજારને પાર પહોંચી ગયા છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કુલ 1851 કેસ પોઝિટિવ, 67 લોકોનાં મોત, 24 કલાકમાં 247 નવા કેસ

By

Published : Apr 20, 2020, 11:35 AM IST

Updated : Apr 20, 2020, 8:50 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1939 પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 71 થઇ છે. આ ઉપરાંત કુલ 131 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 39, સુરતમાં 11, રાજકોટ 12, વડોદરામાં 8, ગાંધીનગર 11, ભાવનગરમાં 16, ગીર-સોમનાથમાં 1, પોરબંદરમાં 3, પાટણમાં 11,ભરૂચમાં 2, આણંદમાં 3, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 1, સામેલ છે.

COVID-19: રાજ્યમાં કુલ 1939 કેસ પોઝિટિવ, 71 લોકોનાં મોત

રાજ્યમાં કુલ 1718 દર્દી સ્ટેબલ છે અને 19 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 131 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 4212 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 196 કેસો પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 33316 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1939 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં 20 એપ્રિલે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 93 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 61 કેસો, ત્યારબાદ સુરતમાં 25, વડોદરામાં 7, કેસ નોધાંતા રાજ્યના 3 જિલ્લામાથી 93 કેસ નવા આવ્યા છે. તેમજ 4 લોકોના મોત થયા છે. કુલ 71 લોકોના મુત્યુ થયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 1939 કેસ નોંધાયા છે. જેમાંથી 71 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 1248 કેસ અને 38 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 269 કેસ અને 10 મૃત્યુ, વડોદરામાં 188 કેસ અને 7 મૃત્યુ, ભાવનગરમાં 32 કેસ અને 4 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 38 કેસ, ભરૂચમાં 23 કેસ અને 1 મૃત્યુ, આણંદમાં 28 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 7 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણામાં 6 કેસ, બનાસકાંઠામાં 10 કેસ, પંચમહાલમાં 11 કેસ અને 2 મોત, દાહોદમાં 3 કેસ, બોટાદમાં 5 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 2 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 9 કેસ અને 1 મોત, મહીસાગરમાં 3 કેસ છે.

Last Updated : Apr 20, 2020, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details