ગાંધીનગર : રાજ્યની જેલમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન ઇન્ટ્રીમ બેલ બે માસ માટે આપવામાં આવશે. જેમાં કુલ 1200 જેટલા કેદીઓને આ લાભ આપવામાં આવશે. આવા કેદીઓનું તેમને ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ જો કોઈ કેદીને તાવ, શરદી જેવા લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે. આ તકે કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની તમામ વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવશે.
રાજ્યની જેલમાં બંધ કાચા કામના કેદીને પેરોલ, પાકા કામના કેદીને બે મહિના જામીન : અશ્વિનીકુમાર - કેદીઓમાં કોરોના સંક્રમણ
રાજ્યના ખેડુતો લોકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડુતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. જેલમાં રહેલા કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ નિર્ણય કર્યો છે.
રવિ પાકના ખેડુતોને પાક લણવાનો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાઇવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ રહેશે. પાકની કાપણી બાદ કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે. બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે. પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવામાં આવતો હોય છે.
આથી, રાત્રી પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રી વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે. ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે. તે સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચે તેવી અપીલ પણ કરી છે.