ગુજરાત

gujarat

ETV Bharat / state

મહામારી સામે લડવા અને મુક્તિ મેળવવા બૂથ લેવલે રસીકરણનું આયોજન કરો: પોરબંદર NSUI - Porbandar NSUI

પોરબંદર NSUI દ્વારા લોકોને કોરોનાની રસી આપવા માટે ચૂંટણીમાં જે રીતે બુથ લેવલની રચના કરવામાં આવે છે તેવી રીતે બુથ લેવલે રસી આપવામાં આવે તેવી માગ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખવામાં આવ્યો છે. NSUI દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી સામે રક્ષણ માટે રસીકરણ વધારવું એ જ ઉપાય છે.

પોરબંદર NSUI
પોરબંદર NSUI

By

Published : May 6, 2021, 4:23 PM IST

  • ચૂંટણી સમયે મતદાનની બૂથ લેવલની કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે આ કાર્ય કરી શકાય
  • તમામને રસી મળી જશે તો કોરોનાથી લોકો બચી શકશે
  • વધુમાં વધુ રસીકરણ જ એકમાત્ર ઉપાય

પોરબંદર: હાલ દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારી છેલ્લા વર્ષથી ચાલી રહી છે, કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે અને વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે જે અંગે કલ્પના કરવાથી પણ હચમચી જવાય છે. હાલ પણ રાજ્યમાં ભયંકર સ્થિતિ ચાલી રહી છે. અનેક લોકો મરી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ઓક્સિજન અને અન્ય આરોગ્ય સેવાના અભાવે હજારો લોકો પોતાના કૌટુંબિક વ્યક્તિ ખોઈ બેઠા છે. ત્યારે NSUI એ મુખ્યપ્રધાનને પત્ર લખી વિનંતી કરી છે કે આ મહામારી સામે લડવા અને મુક્તિ મેળવવા માટે વધુમાં વધુ રસીકરણ જ એકમાત્ર ઉપાય છે.

ચૂંટણી સમયે મતદાનની બૂથ લેવલની કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે આ કાર્ય કરી શકાય

આ બાબતે જે રીતે ચૂંટણી સમયે મતદાનની બુથ લેવલની કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે આવી કપરી પરિસ્થિતિમાં રસીકરણની પણ બુથ લેવલે કામગીરી કરવામાં આવે તો વધુમા વધુ વ્યક્તિઓને રસી આપી શકાય અને રાજ્ય & દેશને કોરોનાની મહામારીથી ઝડપથી બચાવી શકાય.તેથી આ પત્ર દ્વારા રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ બાબતે આયોજન કરાય તેમ જિલ્લા NSUI પ્રમુખ પોરબંદર કિશન રાઠોડે જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details